જો ગુજરાતમાં દારૂબંધી હોત તો કદાચ ગઈકાલે 4 વર્ષની બાળકી પર થયેલું દુષ્કર્મ ન થયું હોત, જાણો અહીં

ગુજરાત આખું lockdown છે ત્યારે ગઈકાલે સુરતના કતારગામ વિસ્તારના અશ્વિનીકુમાર શ્મશાન ભૂમિ નજીક ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલી ચાર વર્ષીય બાળકીને ઉપાડી જઈ હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકીના ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી ને પથ્થરથી બાળકી ના હાથ પર ઇજાઓ કરતાં બાળકોને ફ્રેક્ચર કર્યું હતું. હાલ ભોગ બનનાર બાળકી સારવાર હેઠળ છે.

આ હવસખોર વ્યક્તિ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જેથી પોલીસે તાત્કાલિક આ સીસીટીવી ફૂટેજ જાહેર કરીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. સુરત શહેરમાં આ તસવીરો વાયરલ કરવામાં આવતા વરાછા ડીજીવીસીએલ કચેરી પાસે પહોંચેલા આ આરોપીને સુરત પોલીસના એક હેડ કોન્સ્ટેબલ ઝડપી પાડયો હતો. અને તાત્કાલિક પોલીસ બોલાવી ને સોંપી દીધો હતો.

હેડ કોન્સ્ટેબલ રાહુલ પાટીલ જ્યારે આ વ્યક્તિને ઊભેલો જોયો અને પકડ્યો તે દરમિયાન હવસખોર દારૂના નશામાં હતો. આમ lockdown વચ્ચે પણ સુરત શહેરમાં દારૂ વેચાઈ રહ્યો હોવાથી પોલીસની કામગીરી પોલ ખૂલી ગઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે માત્ર 4 કલાકમાં જ આરોપીને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળ રહી હતી. પરંતુ દારૂ વેચાતો હજી સુધી અટકાવી શકી નથી.

હવસખોર નિતેશ મુળ બિહારનો છે અને વરાછાના બજરંગ નગરમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. આ યુવક હેડ કોન્સ્ટેબલની સમયસૂચકતાથી ઝડપાઈ ગયો, તે વાત જાણીને સુરત શહેર પોલીસ કમિશનર અને ડીસીપી એ ફોન કરીને કોન્સ્ટેબલને અભિનંદન આપ્યા હતા. પરંતુ સુરત પોલીસની આ સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક દારૂબંધી નો અમલ કરાવવાની નિષ્ફળતા છુપાયેલી છે. કદાચ દારૂના નશામાં આ આરોપી ન હોત તો એક માસૂમ બાળકી સાથે જે જઘન્ય ઘટના બની તે ન બની હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *