Surat Fake Currency News: સુરતમાં કાળો ધંધો કરતાં ડુપ્લીકેટ નોટો બનાવવાનું નેટવર્ક પકડાયું છે. અહીં SOG એ એપલ સ્કવેરની ઓફીસમાં રેડ પાડી બોગસ નોટો (Surat Fake Currency News) છાપતા 3 આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતનાં સરથાણામાં ડુપ્લીકેટ નોટો બનાવવાનું નેટવર્ક ઝડપી પડ્યું છે. SOG પોલીસે નકલી નોટ બનાવવાનાં કૌભાંડનો પર્દાફ્રાશ કર્યો છે અને ત્રણ લોકોને પકડી જેલ ભેગા કર્યા હતા. પોલીસે એક લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અહિયાં વટાવતા હતા નાકીલી નોટો
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ આરોપીઓએ એક અસલી નોટની સામે 3 નકલી નોટ આપતા હતા. તેમજ તેઓ આ નકલી નોટ પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા માર્કેટમાં ઉપયોગ કરતા હતા. પોલીસ તરફથી આરોપીઓએ માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે તેની તપાસ કરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય લોકોની તપાસ પણ થઈ રહી છે.
100 રૂપિયા ની નકલી નોટ છાપતા હતા
સુરત શહેરમાં સરથાણ વિસ્તારમાં આવેલ યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલ ઓફીસમાં ત્રણેય શખ્શો દ્વારા નકલી નોટો બનાવવામાં આવતી હતી. આ ઓફીસમાંથી દુકાન નં. 406 માંથી નકલી નોટો બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ નકલી નોટો રૂ.100 નાં દરની હતી.
ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે
SOG પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે. તેઓ નકલી નોટો છાપવાનું ક્યાંથી કોની પાસે થી શીખ્યા, તેમજ કેટલા સમયથી છાપી રહ્યા હતા અને અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે. પોલીસે આ નકલી ચલણી નોટો કઈ જગ્યા એ વટાવવામાં આવતી હતી તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App