નકલીના ભરડામાં સુરત…શહેરમાંથી ઝડપાઇ નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી, જાણો સંપૂર્ણ માહિતી વિગતે

Surat Crime news: સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી પકડાઈ છે. મળતી માહિતી અનુસાર, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ…

Surat Crime news: સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી પકડાઈ છે. મળતી માહિતી અનુસાર, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાનો નેટવર્ક ચાલી રહ્યું હતું, જેને લઈને ઓલપાડ પોલીસને મળેલી માહિતીના આધારે, ત્યાં પોલીસે રેડ પાડતા (Surat Crime news) મોટી માત્રામાં નકલી ગુટકા અને શેમ્પુનું મટીરીયલ્સ મળી આવ્યું હતું.

નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ઓલપાડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. માસમા ગામમાં ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આ નકલી માલ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી. ત્યાંથી પોલીસે 28 લાખથી વધુની નકલી ગુટકા તેમજ 21 લાખથી વધુનુ નકલી શેમ્પુ જપ્ત કરવામાં આવ્યું છે.

50 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય સૂત્રધાર અને 5 શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે. ઓલપાડ પોલીસે ગુનો નોંધી ફોરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ ફેક્ટરીમાંથી તમાકુ અને શેમ્પુ બનાવવાની મશીનરી પણ કબજે કરી લેવામાં આવી છે.

નકલી માલથી સાવધાન
મળતી માહિતી અનુસાર, વર્તમાનમાં ગેરકાયદે રીતે નકલી વસ્તુંઓ બનાવવાની ફેક્ટરીઓનું પ્રમાણ ખુબ વધ્યું હોય તેવું જણાય રહ્યું છે, થોડા દિવસ પહેલા નકલી દવાઓ પણ પકડાઈ હતી. સાથો સાથ નકલી ઘી તેમજ પનીર જેવી અનેક ખાદ્ય ચીજો પણ પકડાઈ રહી છે.