તારાપુર-વટામણ હાઈવે પર કારે બાઈક પર જતા પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા: ત્રણ ગુલાટી ખાતા 5 સેકન્ડમાં જ પિતાનું મોત

Tarapur-Vataman Highway Accident: તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા ખાનપુર દરગાહ પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી કારે પલ્સર બાઈકને ટક્કર મારતા પિતાનું સારવાર દરમ્યાન મોત…

Tarapur-Vataman Highway Accident: તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા ખાનપુર દરગાહ પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી કારે પલ્સર બાઈકને ટક્કર મારતા પિતાનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પીટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. તારાપુર પોલીસે કારના ચાલક(Tarapur-Vataman Highway Accident) વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પુરપાટ ઝડપે આવતી કારે લીધો ભોગ
અકસ્માતની મળતી વિગતો અનુસાર વલ્લી ગામે રહેતા અમિતભાઈ જાદવ પોતાના પલ્સર બાઈક ઉપર પુત્ર દર્શનને બેસાડીને તારાપુર જવા માટે નીકળ્યા હતા.ત્યારે ગઈકાલે બપોરના સવા બે વાગ્યાના સુમારે તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે ઉપર આવેલી ખાનપુર દરગાહથી ડીવાઈડર ક્રોસ કરવા જતા હતા ત્યારે તારાપુર તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી કારે ટક્કર મારતાં બન્ને રોડ ઉપર પડ્યા હતા.જેમા અમિતભાઈને માથામાં તેમજ ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.જ્યારે દર્શનને જમણા હાથે, પેટ સહિત શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી.

બાઇકચાલનું મોત
આ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.જે બાદ આ ઘટના અંગે પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા પિતા-પુત્રને પ્રથમ સારવાર માટે તારાપુરની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અમિતભાઈની હાલત ગંભીર હોવાથી કરમસદ અને ત્યાંથી વધુ સારવાર માટે આણંદની હોસ્પીટલમાં લઈ જતાં ત્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ.

ઘટનાના CCTV આવ્યા સામે
આ અકસ્માતની સમગ્ર ઘટના CCTCમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળે છે કે, એક બાઈક સવાર રોડ ક્રોસ કરીને હાઈવેની બીજી લેન તરફ જઈ રહ્યો છે, બરાબર તે જ વખતે એક કાર પૂરઝડપે આવી રહી છે અને પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને 4 વર્ષીય પુત્ર ફૂટબોલની જેમ રોડ પર ફંગોળાયા હતા. બેથી ત્રણ ગુલાટી ખાઈને પિતા રોડ પર પટકાયા હતા. જેથી ગંભીરઈજા પહોંચતા તેઓનું મોત થયું હતું. જ્યારે પુત્ર પણ રોડ પર કારની ટક્કરથી હવામાં ઉડ્યો હતો અને 20 ફૂટ જેટલો દૂર ફંગોળાઈ ગયો હતો. જેને પગલે તેને પણ ગંભીર ઈજા પહોંચી છે.ત્યારે આ ઘટનાને લઇ પરિવારમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.તેમજ બાઈકચાલકનું મોત થતા તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.