Fake edible oil caught in Kheda: એક તરફ ગુજરાતમાં લોકો હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે તો બીજી તરફ લોકો વધુ રૂપિયા કમાવવા માટે નકલી સામાન વહેંચી ભોળી પ્રજાને મોતના મુખમાં લઇ જઈ રહ્યા છે. નકલી મરચું, નકલી ઘી, નકલી પનીર, નકલી હળદર, નકલી મસાલા, ન જાણે ખાણીપીણીની કેટકેટલી વસ્તુઓ ગુજરાતમા નકલી બની રહી છે અને વેચાઈ રહી છે.(Fake edible oil caught in Kheda) આ મોતનો સામાન લોકોના સ્વાસ્થય પર ગંભીર અસર પાડી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લો આજકાલ નકલી વસ્તુઓનું હબ બની ગયુ છે. એક પછી એક નકલી વસ્તુઓ પકડાઇ રહી છે. સૌથી વધુ નકલી સિરપકાંડમાં 7 લોકોના મોત પછી આ જિલ્લો વધુ ચર્ચામાં આવ્યો છે.
નડિયાદના કમળા રોડ પર ગત એપ્રિલમાં નકલી હળદર બનાવવાની ફેકટરી પકડાઇ હતી. આ ફેકટરીમાં કણકી , કેમીકલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને હળદર બનાવવામાં આવી હતી. જેમાં ફેકટરીના માલિક બે ઇસમો સામે ફરિયાદ થઇ હતી. તેમજ ફેકટરીમાં નકલી હળદર સહિત અન્ય માલ સીઝ કરાયો હતી અને નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર સિલોડ સીમમાં નકલી મરચું સહિત મસાલા બનાવતી ફેકટરી પકડાઇ હતી.જેમાં માલિક સામે ફરિયાદ થઇ હતી. ગત ઓકટોબરમાં માતર જીઆઇડીસીમાં નકલી ઇનો બનાવતી ફેકટરી ઝડપાઇ હતી. જેમાં ઇનો બનાવવાની સામગ્રી સહિત બનાવેલ નકલી ઇનોના પાઉચનો જથ્થો મળ્યો હતો. નકલી ઇનો બનાવનાર બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. ગત નવેમ્બરમાં મહેમદવાદ રોડ વરસોલા પાસેથી નકલી ઘીની ફેકટરી પકડાઇ હતી.
જો કે નકલીની ભરમાર વચ્ચે સામે આવેલા સિરપકાંડમાં ચરોતરે સૌથી મોટી કિંમત ચૂકવી. આયુર્વેદિક સિરપના નામે ચાલતા નશાના વેપારમાં 7 લોકોનો ભોગ લેવાયો. તપાસમાં ખુલાસો થયો કે મૃતકોનું ઝેરીલી સિરપ પીવાથી મોત થયું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીઓ ઝડપાયા અને સાથે જ નકલી સિરપ બનવતી ફેક્ટરી ઝડપાઇ. જેમાં ખુલાસો થયો કે આરોપી યોગેશ સિંધી આયુર્વેદિક સિરપની ફેક્ટરી ચલાવતો હતો. અહીં પણ આરોગ્ય વિભાગ ઉંઘતુ ઝડપાયું.
હજી તો સિરપકાંડના લીસોટા ભુંસાયા નથી, ત્યાં નકલીના વેપલામાં સામે આવી ખાદ્યતેલમાં ભેળસેળનું કૌભાંડ સામે આવ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દરોડા પાડતા મોડાસા રોડ પરથી ખાદ્યતેલમાં ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અહીંથી તંત્રને અસલી બ્રાંડના સ્ટિકર સાથે શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અહીં સવાલ એ સર્જાય કે તંત્રની કાર્યવાહી છતાં અહીં નકલીનો કાળો કારોબાર કેમ ધમધમી રહ્યો છે, કોના આશીર્વાદથી આ બનાવટીઓ બેફામ બન્યા છે?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube