વેસુની IDT નામની શિક્ષણની દુકાનને છેવટની નોટીસ આપતું VNSGU તંત્ર

Final notice to IDT Surat Vesu by VNSGU

ત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ સફાળા જાગેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ (VNSGU VC Kishorsinh Chavda) વેસુ વિસ્તારમાં ચાલતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનર ટેકનોલોજી આઈડીટી (IDT) નામની શિક્ષણની દુકાનને ફાઇનલ નોટિસ પાઠવી છે અને આ ઇન્સ્ટિટ્યૂટ ને જણાવાયુ છે કે તેમના દ્વારા ચલાવવામાં આવતા બી વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇન અને બી વોક ઇન ફેશન ડિઝાઈનર ના અભ્યાસક્રમો ચલાવવા અંગે બે દિવસમાં જવાબ આપે જવાબ નહીં આપવામાં આવે અથવા યોગ્ય જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં સામાન્ય રીતે બહારની યુનિવર્સિટીઓને ડિસ્ટન્સ લર્નિંગના કોર્સ ચલાવી શકવાની સત્તા નથી. જો કોઈ કોર્સ ચલાવવા હોય તો સંસ્થાઓએ વીએનએસજીયુ (VNSGU) ની પરમિશન લેવાની રહે છે. પરંતુ આઈડીટી દ્વારા સુરતના વેસુ ખાતે ખોટી રીતે અમદાવાદની ખાનગી યુનિવર્સિટી ની ડિગ્રી આપવામાં આવે છે.

આમ નર્મદ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રના વિસ્તારમાં અભ્યાસક્રમો ચલાવવા અંગે આઇડીટી (IDT Surat- Institute of design and Technology LLP) દ્વારા કોઈ મંજૂરી લીધી ન હોવાથી નોટિસ આપીને આ અંગે પ્રશ્નો કર્યા છે કે, શું આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નર્મદ યુનિવર્સિટી કે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી છે? સાથે સાથે આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.

અગાઉની નોટિસનો કોઈ પ્રતિયોત્તર આપવામાં ન આવતા યુનિવર્સિટીએ છેવટ ની નોટિસ આપી છે અને બે દિવસમાં આધાર પુરાવા સાથે જવાબ આપવામાં આવે નહીં તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT Surat- Institute of design and Technology LLP) વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું VNSGU ના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ (VNSGU VS Kishorsinh Chavda) જણાવ્યું હતું