ટીવી જગત ની લોકપ્રિયતા કોઈ થી છુપેલી નથી. તેમાં આવનારા તમામ સિરિયલ ઘર ઘર માં તેની ઓળખ ઉભી કરે છે. સિરિયલ મારફતે તેમાં કામ કરનારા સિતારાઓ પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ બધી ધારાવાહિક માંથી એક છે ‘ભાભી જી ઘર પર હે’.
આ સિરિયલ ખુબજ વધારે લોકપ્રિય બની ચૂક્યું છે.લોકો તેના વ્યસની બની ચુક્યા છે. આ સિરિયલ પાછલા બે વર્ષો થી દર્શકો ને તેની તરફ ખેંચી રહ્યું છે અને તેના ચાહકો તેનો એક પણ એપિસોડ મિસ કરતા નથી. તો ચાલો જાણીએ કે આજનો આ આર્ટિકલ આપણા માટે શુ લઈ ને આવ્યો છે.
સિરિયલ ‘ભાભી જી ઘર પર હે’ ના બધા જ કલાકાર ખુબજ મસ્ત એક્ટિંગ કરે છે, પણ જે સિરિયલ ની જાન છે તે છે ભાભીજી. ભાભીજી ને આ સિરિયલ ની જાન કહેવામાં આવે છે. ભાભી તેની અનોખી એક્ટિંગ થી લોકો નું ધ્યાન અને દિલ બન્ને ખેંચી લે છે. જણાવી દઈએ કે આ સિરિયલ માં ભાભીજી નો રોલ ફાલ્ગુની રજની નિશા કરી રહી છે. શો માં ભાભીજી ની એક્ટિંગ થી લોકો દીવાના છે. ભાભીજી ને આજે તેના સપના ના રાજકુમાર ની જરૂરિયાત છે. હાલ માજ એક ઇન્ટરવ્યૂ માં તેણે તેના લગ્ન ન સપના માટે મોટો ખુલાસો કર્યો છે.
38 વર્ષ ની છે ફાલ્ગુની રજની
જણાવી દઈએ એ ફાલ્ગુની રજની ની ઉંમર 38 વર્ષ છે. 38 વર્ષ ની ઉમર માં ફાલ્ગુની ખુબજ સારો દેખાવ ધરાવે છે. પરદા પર જેટલી ગ્લેમરસ દેખાય છે એનાથી પણ વધારે સુંદર તે પોતાની નિજી જિંદગી માં લાગે છે. તેણીએ ઘણી બધી સિરિયલ્સ માં કામ કર્યું છે પણ તેને સાચી ઓળખાણ તો ભાભીજી ઘર પર હે માંથી જ મળી છે. આ સિરિયલ તેની લાઈફ નો ટર્નિંગ પોઇન્ટ છે. આ સિરિયલ થી ફાલ્ગુની રજની ઘર ઘર માં ફેમસ થઈ ગઈ છે અને તેનું કરિયર આજે ચમકી રહ્યું છે.
38 વર્ષ ની ઉંમરે પણ કુંવારી છે ફાલ્ગુની રજની
આમ તો ફાલ્ગુની ની સુંદરતા પર હર કોઈ જાન લૂંટાવે છે,પણ ફાલ્ગુની હજુ સુધી કુંવારી છે. 38 વર્ષ ની ઉંમર ને વટાવી ચુકી છે પણ હજુ સુધી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો નથી. એવું નથી કે તે લગ્ન કરવા માંગતી નથી પણ તેનો સનય હજુ આવ્યો નથી તેવું તેને લાગે છે. ફાલ્ગુની રજની તેની બોલી માટે ઓળખાય છે. એવામાં જ્યારે તેને લગ્ન માટે ના સવાલ પૂછવામાં આવે તો તે એકજ સરખા જવાબ આપે છે. સાથે એ પણ જણાવી દઈએ કે ફાલ્ગુની રજની સલમાન ખાન સાથે ફિલ્મ માં કામ કરવા પણ માંગે છે.
સપના ના રાજકુમાર ની તલાશ છે જારી
હાલ માં જ ફાલ્ગુની એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું છે કે તેને તેના સપનાના રાજકુમાર ની તલાશ જારી છે. એવામાં જે દિવસે તેને કોઈ સારો છોકરો મળી ગયો, તો તે તેની સાથે લગ્ન કરી લેશે.તેણી કહે છે કે હજુ સુધી તેને એવો કોઈ છોકરો નથી મળ્યો કે એને એવું થાય કે તે તેની સાથે તેનું જીવન વિતાવી શકે છે, એવામાં તે તેના થનારા રાજકુમાર ની તલાશ માં છે. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તે લગ્ન નહિ કરે.