કોરોનાવાયરસના ફેલાવાને ઓછો કરવા માટે લગાવવામાં આવેલ lockdown ને લીધે પ્રવાસી મજૂરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં બીજા રાજ્યોમાંથી આવેલા મજૂરોને lockdown હોવા છતાં ઘર જવાનો સિલસિલો યથાવત્ છે.એવી ઘણી તસવીરો સામે આવી છે જ્યાં ભૂખ્યા-તરસ્યા બાળકો અને મહિલાઓ સાથે મજૂરો પોતાના ઘર તરફ જતા દેખાઈ રહ્યા છે. માસૂમ બાળકો સાથે ઘણા મજૂર પરિવારો નો કાફલો ઘણા કિલોમીટર સુધી પગપાળા ચાલી સફર કરતો દેખાયો છે.
આવી જ એક તસવીર ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં સામે આવી છે. 14 લોકોના પરિવારનો એક જથ્થો લારી ના સહારે માસૂમ બાળકો સાથે લઈને માઈલો અંતર કાપ્યા બાદ પંજાબથી શ્રાવસ્તી પહોંચ્યો.જ્યારે મજૂર પરિવાર શ્રાવસ્તી પહોંચ્યો ત્યારે આસપાસના લોકો તેમની હિંમત જોઈ હેરાન રહી ગયા. મજૂર પરિવાર પોતાની લારી લઈને પહોંચ્યો હતો.લોકોનું કહેવું હતું કે ખંભા પર અને લારી પર માસૂમ બાળકોને લઈને ચાલવું તેમની મજબૂરી હતી કારણ કે ઘરે પહોંચવું પણ જરૂરી હતું.
પંજાબ થી લગભગ 1100 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ હવે ૧૪ લોકોનો એક જથ્થો માસૂમ બાળકોને લારી પર બેસાડી શ્રાવસ્તી પહોંચ્યો તો આસપાસના લોકો જોઈ હેરાન રહી ગયા.મજુરે એક લારી પર પોતાના બાળકોને બેસાડ્યા હતા સાથે જ લારી પર કેટલો સામાન પણ રાખેલો હતો. તેનો બાકીનો પરિવાર પગપાળા ચાલી રહ્યો હતો.તેમાંથી પગપાળા ચાલી રહેલા એક યુવકે પોતાના ખભા પર એક માસૂમ બાળકને બેસાડેલો હતો.તેમના ચહેરાને જોઈને લાગી રહ્યું હતું કે માસુમ બાળકો ઘણા દિવસથી ભૂખ્યા છે.
પંજાબથી લારી લઈ 14 લોકો નો પરિવાર એક સાથે ચાલ્યો ત્યારે શ્રાવસ્તી પહોંચ્યા તો તેણે પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું કે પંજાબ થી પગપાળા ચાલીને આવીએ છીએ. કોઈ જગ્યાએ સાધન મળી જતા હતા તો કોઈ જગ્યાએ ન મળતા હતા. અમારા પરિવારની મહિલાઓ અને બાળકોને ભેગા કરીને કુલ ૧૪ લોકોના પરિવાર છે. જેમાં સાત માસૂમ બાળકો પણ સાથે છે. અમારે પગપાળા નીકળવા સિવાય અન્ય કોઈ રસ્તો ન હતો.
તેમની સ્થિતિ ને જોઈ સ્થાનિક લોકોના મનમાં સરકાર પ્રત્યે નારાજગી હતી.તેમનું કહેવું હતું કે મહિલાઓ અને માસૂમ બાળકોને સાથે લઈને ચાલવું કોઈ સહેલું કામ નથી. મજુર નું કહેવું હતું કે બીજા પ્રદેશમાં lockdown ના લીધે કોઈ કામ પણ હતું નહીં. ઘરે પાછો આવવું અમારી મજબૂરી બની ગઈ હતી. પાછા આવવા ઉપરાંત તમારી પાસે કોઈ રસ્તો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news