ટેક્ષટાઇલ (textile) અને ડાયમંડ (Diamond) સીટી તરીકે ઓળખાતું સુરત (Surat) શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ઠક્કર પરિવારના 53 વર્ષીય ઉષાબેન રમેશભાઈ ઠક્કરનું બ્રેઈનડેડથી થયું હતું અને ત્યારે તેમના પરિવારે ડોનેટ લાઈફ (Donate Life) ના માધ્યમથી ઉષાબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી અન્ય પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. ઉષાબેનના પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ડિસા તાલુકાના બનાસકાંઠા જીલ્લામાં રહેતા ઉષાબેન સુરતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની પ્રેક્ટીસ કરતા પુત્ર મુકેશના ઘરે એક મહિનાથી રહેતા હતા. 11 જાન્યુઆરીએ લગભગ 4 વાગે ઉષાબેનને ખેંચ આવી અને વોમીટ થવા લાગી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલીક BAPS પ્રમુખ સ્વામી હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા.
હોસ્પીટલમાં ડૉ. હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. CT સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ સર્જરી કરી મગજની ફાટી ગયેલી નસનું ક્લીપીંગ કર્યું હતું. ત્યાર બાદ 16 જાન્યુઆરીએ ઉષાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ત્યાર બાદ ડોક્ટરે ઉષાબેનના પરિવારને ડોનેટ લાઈફ અંગદાનનું મહત્વ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી. ઉષાબેનના પતિ રમેશભાઈએ કહ્યું કે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવા માટે આપ આગળ વધો.
ઉષાબેનનીઓ લિવર અને કિડનીનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડો. રવિ મોહન્કા, ડો.પ્રશાંથ રાવ, ડો.ધર્મેશ ધનાણી, ડો. મુકેશ આહિર અને તેમની ટીમે સ્વીકાર્યું. ત્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મળેલા લિવરથી જુનાગઢ રહેવાસી 40 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવી રહ્યું છે. ઉષાબેનના પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.