સુરત(Surat): શહેરમાં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતીય યુવકે પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી જતા મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તાર અને પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. જિતેન્દ્ર જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો વાતની હોવાનું સામે આવ્યું છે. પિતાના નિધન પછી પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવારના પગ તળે જમીન સરકી ગઈ હતી. આવતા મહિને બહેનના લગ્ન લેવાની પણ તૈયારી ધામધુમથી ચાલી રહી હતી.
સુરતનો યુવક દેશી દારૂ પીધા બાદ ભૂલ્યો ભાન, પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી જતા મળ્યું દર્દનાક મોત
