ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર ગેમના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આ જ પ્રકારનો એક કિસ્સો વાપીથી સામે આવ્યો છે. જે વિશે તમે જાણીને ચોંકી ઉઠશો. જેમાં બાળકને ઘરે ફ્રી ફાયર(Free fire) ગેમ રમવા ન દેવામાં આવતા તે ઘરેથી ભાગી ગયો હતો.
ઘરેથી ભાગી જનાર આ બાળકે પાત્ર લખતા કહ્યું હતું કે, ‘મમ્મી-પપ્પા, ભાઈ, દીદી તમે મને ફ્રી ફાયર નથી રમવા દેતા. મારી કોઈ પણ વાત નથી માનતા. માટે હું ઘરેથી 500 રૂપિયા લઇ ઘરેથી જઈ રહ્યો છું’ તેમ કહીને વાપીથી ગાયબ થઇ પાલી જતો રહ્યો. આ પત્ર સ્કૂલ બેગમાં છોડી 9 ડિસેમ્બરના રોજ વાપીથી ગાયબ થઇ બાળકને પાલીની રાની રેલવે સ્ટેશન માસ્ટર તેમજ પોઇન્ટમેન કિશનારામ સ્ટેશન પરિસરમાં કામ કરી રહ્યા હતા. લગભગ 14 વર્ષનો ભૂખો તરસ્યો છોકરો વારંવાર ટ્રેનમાં પૂછી રહ્યો હતો તો તેમણે આ પ્રકારની જાણકારી આપી હતી.
તેઓએ સાથે મળીને બાળકને બોલાવ્યો તેને જમાડ્યું અને પાણી આપ્યું અને બાળક પાસેથી માહિતી એકત્ર કરી તો બાળક ગુજરાતના વાપી નજીકના દુગરાપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને શાળામાં અભ્યાસ કરતો હોવાનું સામે આવતાં તેણે શાળાનું નામ જણાવ્યું હતું, જેને કારણે ગૂગલ પર સ્કૂલનું નામ સર્ચ કરવામાં આવ્યું હતું અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટરનો નંબર મળતાં એડમિનિસ્ટ્રેટર અને બાળક બંને સાથે વીડિયો કૉલ પર વાતચીત થઇ હતી. વાપીમાં બાળક ગુમ થયાની જાણ સંચાલક દ્વારા કરવામાં આવી હતી.
છોકરાના પિતા ભગવાન યાદવે જણાવતા કહ્યું હતું કે તેમનો પુત્ર અભિષેક, ઉમર 14 જે કેર વેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ડુગરાની નજીકના ગેટ ફળિયામાંથી ગાયબ થયો હતો. 6 દિવસ સુધી ઘણી શોધ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો. સ્ટેશન માસ્તર વિનોદ કુમારે જણાવતા કહ્યું હતું કે, વાપી દુગલાથી ગુમ થયેલ બાળક પહેલા પણ સમદરીથી ગુમ થયા બાદ રાણી પહોંચેલ બાળકને રેલ્વે કર્મચારીઓએ પરસ્પર સહકારથી ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
બાળક અભિષેકના પિતા ભગવાન યાદવે વધુમાં જણાવતા કહ્યું હતું કે, લોકડાઉન બાદથી ઓનલાઈન અભ્યાસ કરતી વખતે તેણે ફ્રી ફાયર ગેમ રમવાનું શરુ કર્યું હતું. ગેમ મોબાઈલમાંથી ઘણી વખત કાઢી નાખવામાં આવી હતી. મોબાઈલ પણ સંતાડી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ગેમ રમવાની લત બંધ ન થઈ શકી અને ગેમના નશામાં ડૂબી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.