ગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે જોડાયા આપમાં

Published on: 4:52 pm, Fri, 24 June 22

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી(Kailashdan Gadhvi) ની ઉપસ્થિતિ માં એક મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકર્તાઓ ની લોકકલ્યાણ માટે ની મહેનત અને ધગશ જોઈને ગુજરાત ના દરેક લોકો પ્રભાવિત થઇ રહ્યા છે, એટલે જ આજે દરેક વ્યક્તિ આમ આદમી પાર્ટી માં જોડાવા માંગે છે. આજે લોક કલ્યાણ માં પોતાનું યોગદાન આપવા ગુજરાત ના નામચીન પ્રથમ પ્રોફેશનલ રેસલર રવિ પ્રજાપતિ(Professional wrestler Ravi Prajapati) તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ઈસુદાન ગઢવી એ કહ્યું કે, રવિ પ્રજાપતિ ગુજરાત નું ગૌરવ વધારતા પોતાના પરિશ્રમના બળે ગુજરાત રાજ્યના પ્રથમ પ્રોફેશનલ રેસલર છે. તે પ્રોફશનલ રેસલર ની પ્રતિયોગિતામાં 3 વખત વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમના અદભુત પરાક્રમ ના કારણે લોકો તેમને ગુજરાતના ખલી તરીકે ઓળખે છે. રવિ પ્રજાપતિ પોતાના રેસલિંગ કરિયર માં અમેરિકા, કેનેડા અને પાકિસ્તાન ના નામચીન રેસલરોને હરાવી ચુક્યા છે.

WhatsApp Image 2022 06 24 at 4.42.58 PM 1 - Trishul News Gujarati aap, gujarat, Isudan Gadhvi, Kailashdan Gadhvi, Parivartan Yatra, Ravi Prajapati, આમ આદમી પાર્ટી, ઇસુદાન ગઢવી, કૈલાશદાન ગઢવી, રવિ પ્રજાપતિ

આમ આદમી પાર્ટી ને આવા ઈમાનદાર અને મહેનતી વ્યક્તિઓ સાથે જોડાવાનો આનંદ છે. રવિ પ્રજાપતિ જે ફક્ત રાજ્ય નું જ નહિ પણ દેશનું ગૌરવ છે તેમણે તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટી માં જોડાવાનો જે નિર્ણય કર્યો છે તે માટે આમ આદમી પાર્ટી તેમના નિર્ણય ની સરાહના કરે છે. ઈસુદાન ગઢવી એ સન્માનપૂર્વક રવિ પ્રજાપતિ ને તેમના પરિવાર સાથે ટોપી અને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું.

આમ આદમી પાર્ટી એ કટ્ટર દેશ ભક્ત અને ઈમાનદાર લોકો ની પાર્ટી છે. રવિ પ્રજાપતિ જેવા વ્યક્તિ જેમને હંમેશા દેશનું માથું ઊંચું કરવા મહેનત કરી હોય એવા વ્યક્તિ સાથે કામ કરવાની તક મળી એનો આમ આદમી પાર્ટી ને આનંદ છે. હવે સૌ કોઈ જાણે છે કે ગુજરાત ની જનતા ભ્રષ્ટ ભાજપના કારનામો થી કંટાળી ગઈ છે. પણ આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે જે કરેલા દરેક વાયદા પૂરા કરી બતાવે છે અને હંમેશા જનહિત માટે પગલાં ભરે છે. એટલે જ ગુજરાત ની જનતા આ આદમી પાર્ટી ની વિચારધારા થી વધુ પ્રભાવિત થઇ રહી છે. જે કોઈ વ્યક્તિ ઈમાનદારી અને નિષ્ઠાથી ગુજરાતની જનતા માટે કાર્ય કરવા ઇચ્છતું હોય તેવા ઈમાનદાર લોકો માટે આમ આદમી પાર્ટી ના દરવાજા હંમેશા ખુલ્લા છે. દેશ થી પ્રેમ કરવા વાળું દરેક વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

ગુજરાત માં ભાજપ નો સમય હવે પૂરો થઇ ગયો છે. ભાજપ હવે ગુજરાતની જનતાને લૂંટવાની આશા છોડી દે. ગુજરાત ની જનતા તરફથી મળવા વાળો સહયોગ આમ આદમી પાર્ટી ને આવનારી ચૂંટણી માં અવશ્ય વિજય આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.