ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેરના વડોદ ગામમાં ગેસ ગૂંગળામણ થવાની ઘટના સામે આવી છે. સુરતના વડોદ ગામમાં ગેસ ગુંગળામણના થવાથી રાત્રે સૂતેલો પરિવાર બેભાન થઈ ગયો હતો. એક બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
મળેલી માહિતી અનુસાર પરિવારની એક બાળકીનું મોત થયું છે અને તમામ પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. સુરતના વડોદ ગામમાં એક ઘટમાં ગેસ લીકેજ થવાના કારણે આખું પરિવાર બેભાન અવસ્થામાં મળી આવ્યું હતું.
પરિવારની મહિલા ઘરકામ કરવા માટે રોજ જતી હતી. પરંતુ આજ સવારે તે વહેલી ન ઉઠતા પડોશીઓએ દરવાજો થાપ્કાર્યો પણ કોઈએ ખોલ્યો નહી એટલે તેથી પડોશીઓને શંકા ગઈ તેમણે દરવાજો તોડી નાખ્યો હતો. પડોશીઓએ દરવાજો તોડીને જોયું તો ગેસ લીકેજ થવાને કારણે આખું પરિવાર જમીન પર બેભાન અવસ્થામાં હતુ.
ત્યાર બાદ પડોશીઓએ પરિવારના તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં 14 વર્ષનો દીકરીને મૃત જાહેર કરાઈ છે. હાલ ત્રણ બાળકો અને એક મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળેલી માહિતી અનુસાર પરિવાર યુપીમાં રહેતો હતો. મુનિકાંત યાદવ નાઈટ પાળીમાં કામ પર હતા. તેથી તેઓ ઘરે ન હતા. હાલ સમગ્ર દુર્ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.