સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર વહનચાલકોની નાની એવી બેદરકારીને લીધે પરિવારજનોને પોતાના તેમજ સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના બાયપાસ હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી તથા બાળકોને અડફેટે લેતા દંપતી તથા એક બાળકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જયારે 3 બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આની સાથે જ ટ્રક ચાલક ભાગી રહેલો CCTVમાં જોવા મળ્યો હતો.
જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના થયા મોત :
વડોદરા શહેરમાં આવેલ મકરપુરા પોલીસ મથકની હદમાં જાંબુવા બ્રિજ પર ઘણીવાર અકસ્માત સર્જાતાં હોય છે. જેમાં મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત તથા તેઓની પત્ની બાઇક પર તેઓના કુલ 4 બાળકોની સાથે ગોરીયાદ ગામમાં પ્રસંગમાંથી પોતાના ગામ બાજુ આવી રહ્યાં હતા.
આ દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા નઝીર ભલાવત, તેમના પત્ની તથા 3 વર્ષીય બાળકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જયારે કુલ 3 બાળકો ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને લીધે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ટ્રક ચાલક ભાગતો CCTVમાં કેદ થઈ ગયો :
ટ્રક ચાલક અકસ્માત કરીને પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને ફરાર થઈ ગયો હતો. આની સાથે જ વરણા પાસેની ગુરુનાનક હોટલ પર ટ્રક છોડીને ટ્રક ચાલક તથા ક્લીનર ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને અકસ્માત કરનાર ટ્રકને કબજે લઈ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈજ્ગ્રસ્ત 3 બાળકોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle