મનય બનારસીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સમગ્ર દેશમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગત વર્ષે અચાનક હાર્ટ એટેકને લીધે તેનું મોત થયું. ઘણી વિદેશી બાઈક જેવી જ બાઈક તેનાં દિમાગથી બનાવીને રસ્તા પર દોડતી કરનાર મનયનો એક પુત્ર સાકિબ ઉર્ફે બાબાએ પિતાનાં કામને આગળ વધાર્યું છે તેમજ તેણે પણ પિતાની જેમ જ ઘણી બાઈક-મોપેડને મોડીફાઈડ કરી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી રડીને બેસી રહેવાને બદલે પિતાનાં હુનરને આગળ ધપાવવાનું બીડુ ઝડપી સાકિબ એમનું નામ રોશન કરે છે. કહેવત છે કે, મોરનાં ઈંડાને ચિતરવા ન પડે. તેને સાકિબ સાકાર કર્યો છે.
સાકિબે વિકલાંગ માટે અલગ મોપેડ બનાવીને, પિતાએ લીધેલું કામ પુત્રએ પૂર્ણ કર્યું…
સાકિબ મનય બનારસીએ અત્યારે જ એક એક્સેસ મોપેડને વિકલાંગનાં મોપેડમાં તબ્દીલ કર્યું. જોકે, તેણે એમાં કારીગરી એ દેખાડી કે, આ મોપેડમાં પાછળ 3 વ્હીલ નહીં પરંતુ 2 વ્હીલ જ બેસાડ્યા. વિકલાંગોની મોપેડ આપ જુઓ તો એમાં પાછળ વધારાનાં 2 વ્હીલ મળીને કુલ 3 વ્હીલ બેસાડવાની પ્રથા ચાલે છે. સાકિબે તે પ્રથાને તોડી.
મોપેડ વિશે મનયનો વિચાર હતો કે, તે એને કંઈક અલગ બનાવે તેમજ પાછળ 3 પૈડાની જગ્યાએ 2 જ પૈડા બેસાડીને એવું બેલેન્સ બનાવે કે, તે ન ડગમગે ન કોઈ પૈંડુ ઊંચું થઈ જાય. ગયા વર્ષે અચાનક મનય બનારસીનું મૃત્યુ થયું. જોકે, પિતાનાં બધા અધુરાં કામ પુત્ર સાકિબ તેમજ પિતાનાં કારીગરોએ ઉપાડી લઈ પુરા કરવા માટેનું નક્કી કર્યું. સાકિબે એક્સેસ મોપેડને તેના પિતાનાં મગજમાં આવેલા વિચાર જેવી જ બનાવી.
પિતા દ્વારા કરાવવામાં આવેલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કામ લાગ્યો
સાકિબને મર્હુમ મનય બનારસીએ એનાં રસ પ્રમાણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનાં અભ્યાસ માટે મુક્યો હતો. પુત્ર નાનપણથી જ લાડપ્યારમાં ઉછેરાયો હતો. તેથી એવું મનય ઈચ્છતો હતો કે, પુત્રનાં ભવિષ્યમાં તેની જેમ ઓછા અભ્યાસનું ગ્રહણ ન આવે. મનય 7 ચોપડી જ ભણ્યો હતો, પણ દેશનાં ફેમસ વાહનો મોડીફાયનાં મોટા માથા દિલીપ છાબરિયાએ પણ તેની કાબેલિયતનાં વખાણ કર્યા હતા. મનયે સુરત તેમજ આણંદની ITIમાં તેના અનુભવને આધારે લેક્ચર પણ આપ્યા છે.
દેશનાં સૌથી મોટા દિલ્હી, મુંબઈનાં વાહન એક્સપોમાં પણ તેણે ભાગ લીધો હતો. સુરત શહેરનાં સિતારા તરીકે તે રાજય સરકારનાં ખાસ મેગેજીનમાં પણ ચમક્યો છે. ઘણા અખબારો, ટીવી ચેનલોએ એની કાબેલિયતની નોંધ લેવામાં આવી છે. પરંતુ તેનો આ વ્યવસાયને મોટી ફેક્ટરીમાં તબદીલ કરવાને આડે અનેક વખત તેનું ભણતર આડે આવ્યું હતું. જીંદાદિલ, સતત ગુનગુનાતા, હસતાખેલતા ચહેરાની સાથે કામ કરતો મનય પુત્રને ઉચ્ચ મુકામે જોવા માંગતો હતો તેમજ જેથી જ એને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં મુકવામાં આવ્યો.
સાકિબનું અત્યારે છેલ્લું વર્ષ ચાલુ છે પરંતુ તેણે હાલ સુધી કોલેજ તેમજ પિતાની પાસે લીધેલા પ્રેકિટલ અભ્યાસને કામે લગાડ્યો તેમજ તેનાં પર આવેલ પરિવારની જવાબદારીને ઉઠાવી પણ લીધી. સાકિબ મનય બનારસીએ હાલ સુધી 50 થી 60 બાઈકનું નાનાથી લઈ મોટું મોડીફિકેશન કરવામાં આવ્યું છે. એમાં બુલેટ, હાર્લિ ડેવિડસન સહિતનો સમાવેશ થાય છે. સાકિબ 3 વર્ષનો એન્જિનયિરિંગનો અભ્યાસ પૂરો કર્યાં પછી આ કામ પર વધારે ધ્યાન ફોક્સ કરશે.
મનયે જીમી શેરગિલને જણાવ્યું હતું કે, પુત્ર મારો ગુરુ બને એવી ઈચ્છા છે
નવેમ્બર 2018માં ઝી-અનમોલ ચેનલ ઉપર દેશનાં ચુનીંદા બાઈક મિકેનિક્સને પ્રદર્શિત કરવાનો શો ગેરેજ ગુરુ ચાલુ થયો હતો. આ શો મુવી એક્ટર જીમી શેરગિલ હોસ્ટ કરતો હતો. મનય બનારસીની કાબેલિયતને લીધે તેને આ શોમાં સ્થાન મેળવ્યું હતું. મનયને જીમી શેરગિલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, તમારા ગુરુ કોણ છે, તો એનાં જવાબમાં મનય બનારસીએ જણાવ્યું હતું કે, આમ તો હું મારા મોટાભાઈ મજીદ બનારસી પાસે ગેરેજનું કામ શીખ્યો હતો.
એટલે, તે મારા ગુરુ કહેવાય. જોકે, પુસ્તકનું જ્ઞાન મેળવી શક્યો નથી. અત્યારે મારો પુત્ર સાકીબ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરે છે, જેથી હવે મારો પુત્ર આ પુસ્તકનાં નોલેજમાં મારો ગુરુ બને એવી ઇચ્છા છે. એનાં આ જવાબથી જીમી શેરગિલ પણ પ્રભાવિત થયાં હતાં. મનય અચાનક આ દુનિયા છોડી જતો રહ્યો પરંતુ પુત્રને આપવામાં આવેલ આ દુઆ ખરા અર્થમાં સાચી ઠરતી જોવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle