સુરતના એક માત્ર સ્વાતંત્ર્ય સેનાની મણિબાનું 101 વયે દુઃખદ નિધન- દેશના કરોડો લોકોને આપતા ગયા જીવનની સૌથી અમૂલ્ય ભેટ

Surat, Gujarat: મિત્રો, સુરત શહેર માંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરતના એકમાત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાની મણીબા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 101…

Surat, Gujarat: મિત્રો, સુરત શહેર માંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરતના એકમાત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાની મણીબા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 101 વર્ષની જૈફ વયે મણીબેન બાપુભાઈ પટેલનું દુઃખદ નિધન થયું છે. મિત્રો, મણીબા 101 વર્ષની ઉંમરે પણ સાદું જીવન, સાત્વિક આહાર, હંમેશા ખાદીના વસ્ત્રોમાં સજ્જ હતા. આઝાદીની લડાઈમાં સ્વાતંત્ર્ય સેનાનીએ અંગ્રેજો સામે લડત લડી પોતાના બલિદાન આપ્યા હતા. અંગ્રેજો સામે લડત આપનારા સુરતના એકમાત્ર સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન ગણાતા મણીબેન પટેલનું આજ રોજ અવસાન થઈ ગયું છે.

મણીબેન પટેલ મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા હતા. સ્વતંત્ર સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપનારા મણીબહેને દેશસેવા સાથે નારી શક્તિનો પણ પરિચય આપણને સૌને કરાવ્યો છે. સેકડો યુવાઓને પ્રેરણા આપતું જીવન જીવી મણીબહેને દેહલિલા સંકેલી લીધી છે.

સાદગી ભર્યું જીવન, સાત્વિક ખોરાક અને હંમેશા ખાદીના વસ્ત્રોમાં સજ્જ મણીબેન 101 વર્ષની ઉંમરે પણ યુવાવસ્થા જેવો જ તરવરાટ ધરાવતા હતા. આટલું જ નહીં મણીબહેન આજ સુધી એક પણ ચૂંટણીમાં મત આપવાનો ચૂક્યા નથી. મણીબેન આટલી જૈફ ઉંમરે પણ પોતાનું રોજિંદુ કામ જાતે જ કરતા.

મણીબહેને સમગ્ર દેશવાસીઓને દેશ સેવાની સાથે નારી શક્તિનો પણ પરિચય કરાવ્યો હતો. સ્વતંત્ર સંગ્રામમાં મણીબહેને પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. મણીબહેનના આ યોગદાનમાંથી આજની યુવા પેઢી માટે ઘણું શીખવા જેવું છે.

20 વર્ષની ઉંમરે ભોગવ્યો જેલવાસ
મિત્રો, તમે નહીં જાણતા હોવ કે મણીબહેને 20 વર્ષની ઉંમરે આઝાદી માટે જેલવાસ પણ ભોગવ્યો છે. ગાંધીજીના નારા ‘કરેંગે યા મરેંગે’ હેઠળ સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ અદભુત જુસ્સા સાથે લડત આપી હતી. ત્યારે આદિવાસી સમાજના નારી રત્ન ગણાતા મણીબહેન અને તેમના પતિ બાપુભાઈએ સજોડે આઝાદીના આંદોલન અને વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. પરંતુ હાલ મીણાબહેન આપણે વચ્ચે નથી રહ્યા. 101 વર્ષની ઉંમરે તેમણે દેહ તાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *