વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Mod) આજે ભારતના સૌથી લોકપ્રિય નેતા છે અને તેમના ઘણા વિરોધીઓ પણ આ હકીકતને નકારી શકતા નથી. મોદીના સમર્થકો તેમને ખૂબ પ્રેમ કરે છે અને તમે તેના ઘણા ઉદાહરણો જોયા હશે. આવા જ એક સમર્થકનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. જે પીએમ મોદીનો ફોટો જોઈને રડવા લાગે છે.
અહેવાલો અનુસાર, વાયરલ વીડિયોમાં દેખાતો વૃદ્ધ કર્ણાટકનો એક ખેડૂત છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાયરલ વીડિયોમાં ખેડૂતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાવનાત્મક રીતે વાત કરતા પણ જોઈ શકાય છે. વીડિયોમાં વૃદ્ધ ખેડૂત પોતાની વાત કહેતા રડવા લાગે છે.
@narendramodi @PMOIndia @AmitShah @ANI @anandmahindra @republic @BJP4India A farmer in Karnataka has shown
his deep affection for and
gratitude to our beloved Prime Minister in an emotional video. pic.twitter.com/DR3g0FVE7M— MOHANDAS KAMATH (@MOHANDASKAMATH3) March 28, 2023
પીએમ મોદીનો ફોટો જોઈને વ્યક્તિ ભાવુક થઈ ગયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પીએમ મોદીનો ફોટો બસ પર ચોંટાડવામાં આવ્યો છે. જ્યાં એક ખેડૂત તેનો ફોટો જોઈને ચુંબન કરે છે. ખેડૂત ભાવુક થઈને પીએમ મોદીને કંઈક કહી રહ્યો છે.
ખેડૂત સ્થાનિક ભાષામાં કહે છે કે, મને એક હજાર રૂપિયા મળતા હતા, તમે મને બીજા 500 રૂપિયા અપાવ્યા. તમે અમારી હેલ્થ કેર માટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરો, તમે દુનિયા જીતી જશો. આ વીડિયો જોયા બાદ બીજેપી સમર્થકોએ ખુશી વ્યક્ત કરી છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત
તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. કર્ણાટક ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યની 224 બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે. આ પછી 13 મેના રોજ મતગણતરી થશે. હાલમાં ભાજપ રાજ્યમાં સત્તા પર છે. કર્ણાટકમાં કુલ 5,21,73,579 મતદારો છે જ્યારે 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. આ વખતે 1 એપ્રિલે 18 વર્ષના તમામ લોકો મતદાન કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.