ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન- PM મોદીને લઈને કહી આ વાત, કહ્યું: જો વડાપ્રધાન ગુજરાતથી…

સંયુક્ત કિસાન મોર્ચાએ ગઈકાલના રોજ એટલે કે રવિવારના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ઐતિહાસિક ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવું હતું. ખેડૂત નેતા રાકેશ ટીકેતે મંચ પરથી આવનારી ચૂંટણીમાં રાજ્ય અને દેશમાં હટાવવાનો નિર્ણય કર્યો છે. મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની બોલબાલા રહી હતી. ઘરની પાસે થઈ રહેલા આયોજન પછી પણ તેઓ મહાપંચાયત પૂર્ણ થયા બાદ તરત પોતાના ગૃહ જિલ્લામાં ન રહીને ગાઝીપુરના આંદોલનમાં સામેલ થવા માટે પહોંચી ચુક્યા હતા. મહાપંચાયતના બાદ રાકેશ ટિકૈતે  કેટલીક મહત્વની વાતો કહી છે.

તેઓએ કહ્યું કે, આ દેશની સંસદ અને સરકાર બહેરી થઈ ચૂકી છે. સ્વાભાવિક છે કે, નાગરિકોએ અને કેટલાય લોકોને સડક પર ઉતરવું પડશે અને નક્કી કરવું પડશે કે કેન્દ્ર અમારી માંગને સાંભળે અને અમારા હિતમાં નિર્ણય લે. રાકેશ ટિકૈતે કૃષિ ક્ષેત્રમાં તાકાત બતાવવાની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું છે કે, અમે સરકારને તો તેમના પક્ષમાં મતદાન કરવા કે પોતાના વોટ બેંકને ઘટાડીને અમારી માંગો અને અમારા અવાજ સાંભળવાનું કહી શકીએ છીએ. આ સરકાર ખેડૂતોની વાત સાંભળી રહી નથી જેને લીધે અમે તેમની ચૂંટણી પર મુશ્કેલી સર્જીશું.

મહાપંચાયતની સાથે જ એસકેએમએ મિશન યૂપીને પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સંભાવનાઓને નુકસાન પહોંચાડવાની અને ભાજપના વોટ તોડવાની જાહેરાત કરી છે. મહાપંચાયતમાં પોતાના સંબોધનમાં બીકેયૂ નેતાએ કહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશથી ચૂંટણી ન લડવી જોઈએ પણ ગુજરાતથી પોતાનું ભવિષ્ય અજમાવવું જોઈએ. આ રીતેના નિવેદન પાછળ તર્ક અને જરૂરિયાતનું કારણ પૂછતાં ટિકૈતે જણાવતા કહ્યું કે, પીએમ મોદી જો ગુજરાત રાજ્થીય ચૂંટણી લડશે તો તેઓ હારી જશે. તેઓએ ગુજરાતને નષ્ટ કરી દીધું છે, તેઓએ ગુજરાતને બદલી જ નાખ્યું છે.

એસકેએમએની મુઝફ્ફરનગરની મહાપંચાયતના ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પર દબાણ વધારવાનો હતો. પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતોને માટે મહત્વનું છે અને કોઈપણ રાજકીય સંગઠનને માટે તેના વિરોધમાં તેમના સામૂહિક આંદોલન આગામી યોજાનારી વિધાનસભા ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે છે. આ સાથે એક સવાલ કરવામાં આવ્યો છે કે શું કેન્દ્ર સરકાર કે તેમની તરફથી કોઈ અધિકૃત નિવેદન કે અનોપચારિક ચેનલની મદદથી કિસાન મોર્ચા સુધી કોઈને કોઈ સંદેશ આવ્યો છે. તેને લઈને રાકેશ ટિકૈતે નકારાત્મક જવાબ આપ્યો છે અને  તેઓએ જણાવતા કહ્યું છે કે, હજુ તો બહુ જલ્દી છે. કૃષિ કાયદા પર વાતચીત ફરી એક વાર શરૂ કરવા માટે સરકારની તરફથી હજુ સુધી કોઈ વાત કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *