કેજરીવાલે કર્યો કમાલ: એક મહિનાથી પણ ઓછા સમયમાં કરી દીધું આ મોટું કામ

કેજરીવાલ સરકારે લર્નર લાયસન્સ માટે ઓનલાઈન ટેસ્ટ શરૂ કર્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં અત્યાર સુધીમાં સફળ અરજદારોને 21,000 થી વધુ ઈ-લર્નર લાઈસન્સ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 28 હજારથી વધુ લોકોએ ઈ-લર્નર્સ લાઈસન્સ માટે અરજી કરી હતી. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ તેના એક અહેવાલમાં આ માહિતી આપી છે.

11 ઓગસ્ટના રોજ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈ-લર્નર લાયસન્સથી લઈને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સુધી પરિવહન વિભાગની 33 ‘ફેસલેસ સેવાઓ’ શરૂ કરી. જેથી તમામ વ્યવહારો ઘરે બેસીને ઓનલાઈન થઈ શકે. જો કે, લોન્ચિંગના થોડા દિવસો પહેલા, કેટલીક પ્રાદેશિક કચેરીઓ તરફથી અજમાયશી ધોરણે ઈ-લર્નર્સ લાઈસન્સ આપવામાં આવી રહ્યા હતા.

દિલ્હી સરકારના પરિવહન વિભાગ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, 7 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર વચ્ચે ઈ-લર્નર્સ લાયસન્સ ટેસ્ટ માટે 28,435 અરજીઓ મળી હતી, જેમાંથી 21,391 અરજદારોએ ઓનલાઈન પરીક્ષા પાસ કરી હતી. શુક્રવારે ઇ-લર્નર લાઇસન્સ માટે કુલ પડતર અરજીઓની સંખ્યા 7,044 હતી, જેમાં પ્રથમ વખત પરીક્ષામાં નાપાસ થયેલા 1,809 અરજદારો અને રંગ અંધત્વ પરીક્ષામાં નિષ્ફળ ગયેલા 258 અરજદારોનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 25 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં 15 હજાર 798 લોકોએ પરીક્ષા માટે અરજી કરી હતી અને પરીક્ષા પાસ કર્યા બાદ 11 હજાર 370 અરજદારોને ઇ-લર્નર લાયસન્સ આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ 10,000 થી વધુ અરજદારોએ સફળતાપૂર્વક લાઇસન્સ મેળવ્યું છે. ત્યારથી, દરરોજ લગભગ એક હજાર લોકોને ઇ-લર્નર્સ લાઇસન્સ આપવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *