કપાસની ગાંસડીઓ લઈને ગાંધીનગર પહોંચ્યા ખેડૂત, ગુજરાત વિધાનસભા બહાર કર્યો વિરોધ

છેલ્લા 2 દિવસથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે આજ રોજ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે ગુજરાતના એક પીડિત ખેડૂત ગાંધીનગરમાં (gandhinagar) કપાસના પાક સાથે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તેઓ વિરોધ દર્શાવવા માટે કપાસની મોટી ગાસડીઓ ગાંધીનગરમાં લઈ આવ્યા હતા. પરંતુ આ તળાજાના આ ખેડૂત (farmers protest) વિરોધ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં ખેડૂતોના કપાસના માલની ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કપાસની ખરીદી થાય તે માટે તેઓ રજૂઆત સચિવાલય ખાતે પહોંચ્યા હતા. જોકે, સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડે તે પહેલાં જ તમામ ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ વર્ષ ખેડૂતો માટે આફત બનીને આવ્યું છે. હાલમાં રાજ્યના દરેક ખેડૂતોની હાલત દરેક દિશાઓ માંથી દયનીય બની છે. એક તરફ આકાશી આફત, ને બીજી તરફ માંડ માંડ પાક પાકે ત્યા પૂરતો ભાવ ન મળે તો રોવાનો વારો આવે છે. આવામાં તળાજાના એક ખેડૂત કપાસ અને મગફળીનો પોષણક્ષમ  ભાવ ન મળતા વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.

ગુજરાતમાં આવેલ ભાવનગર જીલ્લામાં તળાજાના બોડકી ગામના ગીગાભાઈ નામના ખેડૂત પોતાની સાથે થઈ રહેલ અન્યાય સામે ન્યાયની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. તેઓ છોટા હાથી પીક અપ વાનમાં કપાસ લઈને વિધાનસભાના ગેટ નંબર 4 પર પહોંચ્યા હતા. તેઓ કપાસનો ઢગલો ગેટ પાસ કરવા જતા હતા, ત્યાં ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, પોલીસે ખેડૂતને મીડિયાની નજરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મીડિયા કર્મચારીઓને કવરેજ કરતા પણ રોક્યા હતા.

ગાંધીનગર વિધાનસભા પાસે વિરોધ દર્શાવતા ગીગાભાઈ નામના ખેડૂતે કહ્યું હતું કે, હું કપાસ અને મગફળીનો પોષણ ક્ષમ ભાવ ન મળતાં વિરોધ કરવા પહોંચ્યો છું. ગીગાભાઈએ ગત વર્ષે કપાસની ખરીદી માટે ઓનલાઇન અરજી કરી હતી. તેમના પાછીના ખેડુતોના કપાસની ખરીદી થઇ હતી, પણ તેમના કપાસની ખરીદી ન થતાં તેઓ વિરોધ કરવા સીધા ગાંધીનગર આવ્યા હતા. આ માટે તેઓ પોતાનો કપાસ લઈને આવ્યા હતા. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ કપાસ સચિવાલયમાં નાંખવું છે. ગત વર્ષે કપાસ ખરીદીમાં કૌભાંડ થયું હતું. તેમજ કપાસની ખરીદીમાં યાર્ડના હોદ્દેદારો પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેથી વિફરેલા ખેડૂતે આ રીતે વિરોધ દર્શાવવાનું નક્કી કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *