છેલ્લા 18 વર્ષથી ન્યાયની ભીખ માંગી રહ્યા છે આ ખેડૂત, પોતાની કીડની પણ વેચવા છે તૈયાર

ભારત (India)માં ન્યાય(Justice) મેળવવો ખુબ જ મુશ્કેલ છે. કોઈ પણ કેસ માટે વર્ષો સુધી કોર્ટ(Court)-કચેરીના ચક્કર લગાવવા પડે છે. આ બાબતનું જીવતું જાગતું ઉદાહરણ સુત્રાપાડા (Sutrapada)ના રહેવાસી ખેડૂત અરસીભાઈ રામ છે. અરસીભાઈ રામ છેલ્લા 18 વર્ષથી પોતાની જમીન(Land) બોગસ સહીઓ અને કાગળ બનાવી વેચી માર્યાના આક્ષેપ સાથે ન્યાય માટે ઝંખી રહ્યા છે.

જાણવા માળ્યું છે કે, આ અરસીભાઈ ન્યાય માટે વેરાવળથી ગાંધીનગર સુધી સાઈકલ ચલાવી મુખ્યમંત્રીને મળવા રજૂઆત કરવા પહોંચ્યા હતા. આમ છતાં ન્યાય મળ્યો નહોતો. તેથી હવે તેઓ પ્રધાનમંત્રી મોદીને મળવા સાયકલ લઈ દિલ્હી જવા નિકળ્યા હતા, આ દરમિયાન તાલાલાથી પોલીસે તેમની અટક કરી લીધી હતી. હવે તેમને ન્યાય માટે ઉચ્ચ અદાલતમાં જવા માટે નાણાની જરૂરીયાત હોય કીડની વેચવાની મંજૂરી માંગતી અરજી કરી છે. સ્થિતિ જોતા તો તેમને 2-3 પેઢી જતી રહેશે તો પણ ન્યાય મળશે તેમ જણાતું નથી.

વાસ્તવમાં, વાવડી ગામના ખેડૂત અરસીભાઈ રામનો આક્ષેપ છે કે તેમની કુકરાશ ગામની જમીન વર્ષ 2002માં બોગસ કાગળ બનાવી અને સહીઓ કરી વેચી મારવામાં આવી છે. અરસીભાઈનો આક્ષેપ છે કે તત્કાલીન સરપંચ પુષ્યાબેન્ છાત્રોડીયા અને નાગાજણભાઈ છાત્રોડીયા, લક્ષમણભાઈ મેર, મંગાભાઈ સોલંકી તેમજ તલાટી મંત્રી અનીલ ચુનીલાલ દ્વારા બોગસ કાગળ અને સહીઓ કરી તેમની માલીકીની જમીન વેચી મારવામાં આવી છે. આ મામલે અરસીભાઈ છેલ્લા 18 વર્ષથી રજૂઆતો અને ફરિયાદો કરી રહ્યા છે.

2-3 પેઢી જતી રહે તો પણ ન્યાય મળે તેવું લાગતું નથી:
આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ અરસીભાઈ એ લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ કાર્યવાહીની માંગણી કરી હતી. અરસીભાઈ આ મામલે ન્યાય મેળવવા માંગે છે. તેથી તેઓ ઉચ્ચ અદાલતમા જવા માંગે છે, પરંતુ તેમાં વધારે નાણાની જરૂર પડે. તેથી હવે તેઓ પોતાની કીડની વેચવા માંગે છે. માટે તેઓ તાત્કાલીક ન્યામ ઝંખે છે કારણ કે તેમને 2-3 પેઢી જતી રહેશે તો પણ ન્યાય મળશે તેમ જણાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *