વધતા જતા ખર્ચ અને ઘટતી જતી જમીનના કારણે લોકોને ખેતી પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતો માટે મશરૂમની ખેતી(Mushroom Cultivation) એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. હરિયાણાના સોનીપતના રોહત ગામનાં રહેવાસી રણવીર સિંહ મશરૂમની ખેતી(Mushroom Cultivation) દ્વારા પોતાની એક નવી ઓળખ બનાવી રહ્યા છે.
રણવીર 6 થી 7 લાખ રૂપિયાનો કરી રહ્યા છે નફો
રણવીર પહેલા પ્રાઈવેટ જોબ કરતા હતા જેમાં સારી આવક ન હોવાના કારણે તેમના પરિવારને ભારે મુશ્કેલીથી જીવવું પડ્યું હતું. તેણે 25 વર્ષ પહેલા મશરૂમની ખેતી શરૂ કરી હતી. તેના દ્વારા આજે તે 6 થી 7 લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યો છે. 6-7 લોકો કામ કરે છે. આ ઉપરાંત અન્ય લોકોને પણ મશરૂમની ખેતી માટે સતત પ્રોત્સાહિત કરીને સ્વરોજગારી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
ઓછા ખર્ચે અનેક ગણો નફો(Mushroom Cultivation)
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની ખેતી(Mushroom Cultivation) તરફ ખેડૂતોનો ઝુકાવ ઝડપથી વધ્યો છે. મશરૂમ બજારમાં સારા ભાવે મળે છે. ઓછી જગ્યા અને ઓછા સમયની સાથે તે ખેતીનો ખર્ચ પણ ઘણો ઓછો છે, જ્યારે નફો ખર્ચ કરતાં અનેક ગણો વધારે છે. ખેડૂતો મશરૂમની ખેતી માટે કોઈપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ લઈ શકે છે.
મશરૂમમાંથી ઘણા ઉત્પાદનો બનાવાય
આપણા દેશમાં, મશરૂમનો ઉપયોગ ખોરાક અને દવા તરીકે થાય છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજ ક્ષાર અને વિટામિન્સ જેવા ઉચ્ચ સ્તરના ખાદ્ય મૂલ્યોને કારણે સમગ્ર વિશ્વમાં મશરૂમનું વિશેષ મહત્વ છે. ભારતમાં મશરૂમને ખુંભ, ખુંભી, ભમોડી અને ગુચી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. દેશમાં મશરૂમનો ઉપયોગ ઉત્તમ પૌષ્ટિક ખોરાક તરીકે થાય છે. આ ઉપરાંત મશરૂમ પાપડ, જિમ સપ્લીમેન્ટ પાવડર, અથાણું, બિસ્કીટ, ટોસ્ટ, કુકીઝ, નૂડલ્સ, જામ (અંજીર મશરૂમ), ચટણી, સૂપ, ખીર, બ્રેડ, ચિપ્સ, સેવ, ચકલી વગેરે બનાવવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube