ડુંગળીના ભાવ ન મળતા નુકસાની જતા દેવુ વધી ગયું, લાચાર ખેડૂતે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

ખેડૂત ઉછીના રૂપિયા લઇ ગાળેલી ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ભાવનગરના તળાજાના ઈસોરા ગામના ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતને ડુંગળીનો ભાવ ના મળતા નિરાશ થઈને આપઘાત કર્યો છે. ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ અંગે આપઘાતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રશ્ન થાય કે જગતનો તાત આમ જીવ આપી દે એમાં જવાબદાર કોણ? શું સરકાર ખરેખર તેમને નથી સમજી રહી? ગઇકાલે જ રાજકોટમાં પણ ડુંગળીના ભાવ માત્ર ૪ ૫ રૂપિયા મળતા ખેડૂત માર્કેટ યાર્ડમાં જ રડી પડયા હોવાનો વિડીયો વાઈરલ થયો હતો.

વિગતે વાત કરીએ તો ઇસોરા ગામના ખેડૂત ભુપતભાઈ શુંભુભાઈ જેઠવા (ઉ.વ.53)એ પોતાની વાડીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ખેડૂતના પુત્ર લાલજીભાઈ શંભુભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, અમારે પાંચ વીઘાની વાડી છે. જેમાંથી બે વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ઘેટા-બકરાને ડુંગળી ખવરાવી દીધી હતી. ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા નુકસાની ગઈ અને દેણુ પણ વધી ગયું. જેને લઇને આર્થિક સંકડામણથી કંટાળી આપઘાતનું પગલું ભરી લીધું હતું. પિતા પર કેટલું દેણુ હતું તેની મને જાણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *