રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સરકાર નું પ્રથમ શુશાસન વર્ષ પૂર્ણ થવા અવસરે રાજકોટ માં કિસાન સંમેલન મળ્યું છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ 96 અસરગ્રસ્ત તાલુકા ના 23.24 લાખ ખેડૂતો ને 40.32 લાખ હેક્ટર માટે 2285 કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણી નો પ્રારંભ કરાવ્યો છે.
ઉપરાંત રાજકોટ ના 8 તાલુકા ના 2.40 લાખ કિસાનોને 191.19 કરોડ રૂપિયા પાક નુકસાની ઇનપુટ સહાય ચુકવાશે ખેડૂતોના પાકને ભૂંડ નીલગાય થી થતા નુકસાન થી બચાવવા ખેતર ફરતે કાંટાળી તારની વાડની કિસાન હિતલક્ષી યોજના અંતર્ગત પણ સહાય ચુકવણી કરશે.
33000 લાભાર્થીઓ ને26300 હેક્ટર વિસ્તાર માટે આવી વાડ બનાવવા 28.62 કરોડ સહાય પણ ચૂકવાઈ છે. સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા સહાયનું ધોરણ 70 ટકા થી વધારી 85 ટકા કરવામાં આવ્યું છે.
10 લાખ થી વધુ કિસાનોએ ડ્રીપ ઇરીગેશન અપનાવી 17 લાખ થી વધુ હેક્ટર જેટલા વિક્રમી વિસ્તાર માં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરી છે સિંચાઇ ને પ્રોત્સાહન આપવા સહાય નું ધોરણ 70 ટકા થી વધારી 85 ટકા કરવામાં આવ્યું છે.
10 લાખ થી વધુ કિસાનોએ ડ્રીપ ઇરીગેશન અપનાવી 17 લાખ થી વધુ હેક્ટર જેટલા વિક્રમી વિસ્તાર માં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરી રાજ્ય ના ખેડૂતો ની ઉપજ ની ટેકા ના ભાવે ખરીદી અંતર્ગત રાજ્ય સરકારે બે વર્ષ માં 6840.22 કરોડ ના મૂલ્યની14.98 લાખ મેં.ટન જથ્થો ટેકાના ભાવે ખરીદી 7.22 લાખ ખેડૂતો ને લાભ આપ્યો છે વર્ષે સરકારે અત્યાર સુધીમાં 793.45 કરોડ ની 1.58 લાખ મેં ટન થી વધુ મગફળી ટેકાના ભાવ ઉપરાંત 110 રૂપિયા વધારાનું બોનસ જાહેર કરી ખરીદી.79 હજાર કિસાનો ને લાભ મળ્યો છે
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરાઈ
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરાઈકિસાન સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે કે આ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે હાલની ખેતીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય રકમ બમણી કરવામાં આવી છે
અકસ્માતે ખેડૂત ના મૃત્યુ ના કિસ્સામાં 1 લાખની સહાય 2 લાખ કરવામાં આવી છેકાયમી પંગુતા ના કિસ્સા માં 50 હજાર સહાય ના 1 લાખ કરવા માં આવ્યા હોવાનુ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આવી કુલ સહાય 3.85 કરોડ અકસ્માત વીમા સહાય રાજ્ય સરકારે અત્યાર સુધીમાં આપી છે