દિલ્હીથી પંજાબ સુધી ખેડૂતોનો હલ્લાબોલ, કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીના રાજપથ પર ટ્રેક્ટરને આગ ચાંપી

કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ બીલો સામે દેશમાં દેખાવો અટક્યા નથી. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. સોમવારે સવારે, દિલ્હીનું હૃદય કહેવાતા રાજપથે બિલના વિરોધમાં ગુસ્સો જોયો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોએ એક ટ્રેક્ટરને આગ ચાંપી અને કૃષિ બીલોનો વિરોધ કર્યો.

ખેડૂત કાયદાનો વિરોધ કરતા કેટલાક કોંગ્રેસ કાર્યકરો સોમવારે સવારે ટ્રેક્ટર લઈને રાજપથ પહોંચ્યા હતા. ઇન્ડિયા ગેટ પાસે કૃષિ બિલનો વિરોધ કરી તેમણે ટ્રેક્ટરને આગ ચાંપી દીધી હતી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સવારે 7.15 વાગ્યાની આસપાસ, 15-20 લોકો ઈન્ડિયા ગેટ પાસે આવ્યા હતા અને ટ્રેક્ટરને આગ ચાંપી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને ટ્રેક્ટરને ત્યાંથી હટાવ્યું હતું. હવે પોલીસે આ મામલે સીસીટીવીની મદદથી ટ્રેક્ટરને આગ ચાંપી દેનારા લોકોના ચહેરાઓની તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ત્રણ કૃષિ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી છે, એટલે કે હવે આ બિલ કાયદા બની ગયા છે. જો કે, આ દરમિયાન, દેશના જુદા જુદા ભાગોમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષના ઘણા પક્ષો કાયદાના વિરોધમાં છે. વિરોધી પક્ષો રાષ્ટ્રપતિને મળ્યા હતા અને બિલ પર સહી ન કરવાની અપીલ કરી હતી, પરંતુ તે થયું નહીં.

કર્ણાટકમાં પણ સોમવારે ખેડૂતોએ રાજ્ય બંધનું એલાન આપ્યું છે, કૃષિ બિલના વિરોધમાં મંડીઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ દુકાનદારોને બજાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. તે જ સમયે, તમામ દુકાનદારો કે જેઓ ખેડૂતોના સમર્થનમાં દુકાનો બંધ કરી રહ્યા છે, તેમને ખેડૂતો તરફથી ફૂલો આપવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *