મોદી સરકારનાં કૃષિ કાયદાની વિરુદ્ધના દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે ચાલી રહેલ ખેડૂતોના આંદોલનનો આજે 29મો દિવસ છે. ખેડૂતોના સમર્થનમાં વિપક્ષનું ડેલિગેશન વિજયચોકથી લઈને રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ કાઢવા માગતું હતું પણ પોલીસ દ્વારા એની મંજુરી આપવામાં આવી ન હતી.
એમ છતાં માર્ચ કાઢવામાં આવી હોવાને કારણે પ્રિયંકા ગાંધી સહિત કેટલાંક કોંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેમાં કેસી વેણુગોપાલ તથા રણદીપ સૂરજેવાલાનો પણ સમાવેશ થાય છે. જેને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
પ્રિયંકાએ કહ્યું- ખેડૂતોને દેશવિરોધી કહેવા એ પાપ છે :
પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ ખેડૂતો માટે જે શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે એ મહાપાપ છે. જો સરકાર ખેડૂતોને દેશવિરોધી કહે છે તો સરકાર પાપી છે. ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવશે કે, જ્યારે સરકાર તેમની વાત સાંભળીને તેમનો આદર કરશે. આ સરકાર કોઈપણ પ્રકારના અસંતોષને આતંકની રીતે જોઈ રહી છે.
આની સાથે જ પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યારેક તેઓ કહે છે કે, અમે એટલા નબળા છીએ કે વિપક્ષને લાયક નથી. તો વળી ક્યારેક કહે છે કે, અમે એટલા શક્તિશાળી છીએ કે અમે દિલ્હી બોર્ડર પર ખેડૂતો માટે લાખો કેમ્પ બનાવી દીધા છે. પહેલાં તેમણે નક્કી કરવું જોઈએ કે અમે શું છીએ ?
રાહુલે કહ્યું- વડાપ્રધાન માત્ર 2-3 લોકોનો ફાયદો ઈચ્છે છે :
બીજી બાજુ રાહુલ ગાંધી તથા ગુલમ નબી આઝાદે રાષ્ટ્રપતિને મળી ખેડૂતોના મામલામાં દખલગીરીની માંગણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા બાદ રાહુલે જણાવ્યું હતું કે, ખેડૂત, નાના વેપારીઓ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે.
જો કૃષિ વ્યવસ્થાને ખલેલ પહોંચાડવામાં આવશે તો તેની અસર સમગ્ર દેશની જનતા પર પડશે. જેને કારણે આ કાયદાઓને પરત ખેંચી લેવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત 2-3 લોકોનો ફાયદો પહોંચાડવા માંગે છે.
સરકાર અમારી અવગણના કરીને આગ સાથે રમી રહી છે :
તેમણે સરકાર સાથેની વાતચીતનું પ્રપોઝલ બુધવારનાં રોજ નકારી દેવામાં આવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા આવશે ત્યારે વાત કરીશું. ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની અવગણના કરીને આગ સાથે રમી રહી છે, તેમણે હઠ છોડી દેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle