ગુજરાતના ખેડૂતો હવે સફળતાના શિખરે: ઇઝરાયેલ ટેક્નિકથી શરૂ કરી હળદરની ખેતી, એક એકરમાં થશે અધધધ…આટલા કરોડની કમાણી

સાબરકાંઠા(ગુજરાત): હવે ખેડૂતો ખેતી માટે બીજા દેશની ટેક્નોલોજી અપનાવતા પણ થયા છે. ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ મબલખ ઉત્પાદન મેળવતા થયા છે. જિલ્લામાં આવી જ રીતે એક ખેડૂત દ્વારા ઇઝરાયેલ પદ્ધતિથી ખેતી કરીને હળદરનું મબલખ ઉત્પાદન મેળવવા ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. ઈઝરાયેલ દેશ ઓછી જમીન અને ઓછા પાણીમાં પણ સારી એવી ખેતી કરીને ખેતીમાં આગળ વધ્યો છે. હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ઈઝરાયલના ખેડૂતોની જેમ ખેતી કરી વધુ ઉત્પાદન મેળવવા માટે આગળ આવ્યા છે.

આમ તો રૂપાલ કંપા ગામ બાગાયતી ખેતી કરીને આગળ આવ્યું છે. જાણવા મળ્યું છે કે, આ ગામમાં સૌથી વધુ બાગાયતી ખેતી થાય છે. આ વખતે આ ગામમાં ખેડૂતો દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી શરૂ કરવામાં આવી છે. સીધી જમીન પર ખેતી કરે તો ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે. આ દરમિયાન ઈઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાં ચાર ગણું ઉત્પાદન મેળવી શકે છે. આ જ કારણ છે કે, ખેડૂતો દ્વારા ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, રૂપાલ કંપા ગામના ખેડૂત ચંદ્રકાંત પટેલ દ્વારા ચાર એકરમાં ખેતરમાં આશરે 10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને સ્વાસ્થ્ય વર્ધક માનવ દવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતા મસાલા પાક એવા હળદરના ખેતી શરૂ કરવામાં આવી છે. આ માટે તેમણે હાઈટેક વર્ટિકલ ફાર્મિગ હેઠળ કોન્ટ્રેક ફાર્મિંગ ખેતી માટે ગ્રીન હાઉસમાં જમીન પર સ્કલ્ચર બનાવી ગેલ્વેનાઈઝ ટ્રે સિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખી હળદરનું વાવેતર કર્યું છે.

તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ખેતીથી જમીનના એકર દીઠ 500 થી 800 ટન ઉત્પાદન મળશે. એટલે કે, તેમને એક એકર જમીન પર આશરે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાની આવક મળશે. આ ખેતી જોઈને આજુબાજુના વિસ્તારના લોકોએ પણ પ્રેરણા લીધી છે. ખેડૂતના કહેવા અનુસાર આ પ્રકારથી ખેતી કરવામાં આવે તો મજૂરી, ખાતર, પાણી પાછળ વધારે ખર્ચ કરવો પડતો નથી. આ ઉપરાંત, આવી ટેક્નિકથી ખેતી કરવાથી ઉત્પાદન ઘણું વધારે આવે છે.

હાલ તો ખેડૂતો અવનવી ખેતી કરીને સારુ ઉત્પાદન મેળવવા પ્રયાસો કરે છે. પરંતુ, આ ખેતી મોંઘી પડે છે. જેથી હાલ ખેડૂતોની માંગણી છે કે, સરકાર આ અંગે કોઈ સહાય કે સબસિડી આપે તો તેમને ફાયદો થઈ શકે છે. જો આવું થઈ શકે તો વધારે ખેડૂતો આવી આધુનિક ખેતી તરફ વળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *