સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મહિલાઓ માટેનું સૌથી મોટું કામ છે. જો કોઈ તેમના વાળ વિશે ફરિયાદ કરે છે, તો કોઈ ત્વચા અને વાળની સમસ્યાઓથી ચિંતિત છે. ત્વચા અને વાળની સમસ્યાઓની સારવાર માટે મહિલા વિવિધ પ્રકારના ઉપાયો અપનાવતી હોય છે. દ્રાક્ષનું તેલ સ્ત્રીના ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દ્રાક્ષ ખોરાકમા પણ ખુબ ફાયદાકારક છે.
દ્રાક્ષના બીજના તેલમાં વિટામિન-E, C, બીટા કેરોટિન, એન્ટીઓકિસડન્ટો અને ફેટી એસિડ હોય છે, જેના દ્વારા ત્વચા અને વાળને પોષણ મળે છે. આ તેલનો ઉપયોગ ત્વચા પર સીરમ તરીકે થઈ શકે છે અથવા તેને બીજા કોઈ ઉત્પાદન સાથે મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકાય છે. દ્રાક્ષમાં વિટામિન, ખનિજો અને વિવિધ પ્રકારના ફાયટોકેમિકલ્સ જેવા કે, ફિનોલિક એસિડ, સ્ટાઇલ્બિન, એન્થોકયાનિન અને એન્ટીઓકિસડન્ટો હોય છે. દ્રાક્ષના આ બધા ગુણધર્મો વાળ અને ત્વચાને પોષણ આપે છે. ચાલો જાણીએ કે, તેનો ઉપયોગ કરીને ત્વચા અને વાળને કેવી રીતે પોષણ આપવું.
આ તેલ પિમ્પલ્સથી રાહત આપે છે:
દ્રાક્ષના બીજનું તેલ ચહેરાના પીમ્પલ્સને વધુ સારી રીતે સારવાર કરવામાં મદદ કરે છે. તેના એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ખીલ પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખે છે અને બ્રેકઆઉટને અટકાવવા ત્વચાના છિદ્રોને અંદરથી સાફ કરે છે.
ત્વચાને લચીલી બનાવે છે:
આ તેલમાં વિટામિન E અને C હોય છે જે ત્વચાની ગુણવત્તામાં વધારો કરે છે. આ તેલ ત્વચાને નરમ, સરળ અને સ્વચ્છ રાખે છે. ત્વચામાં ભેજનું સ્તર જાળવી રાખવાની સાથે ત્વચામાં લચીલાપણું પણ આવે છે.
રંગભંડોળ સુધરે છે:
આ તેલ ત્વચાના રંગને સુધારે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ, જેને પ્રોન્થોસિઆનાઇડિન કહેવામાં આવે છે, તે રંગને ફેરવે છે. તેને નિયમિતપણે લેવાથી ત્વચા ટોન પર સુધરો આવે છે.
સૂર્યના નુકસાનકારક કિરણોથી સુરક્ષિત:
સંશોધન મુજબ આ તેલમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે આપણી ત્વચાને સૂર્યના નુકસાનકારક યુવી કિરણોથી બચાવી શકે છે. યુવી કિરણો મેલાનોસાઇટ્સને અસર કરે છે, જેના કારણે ત્વચા કાળી પડે છે.
વાળ માટે શ્રેષ્ઠ તેલ છે:
શુષ્ક અને નિર્જીવ વાળ માટે આ તેલ શ્રેષ્ઠ માનવામાં છે. તેલ માટી અને પ્રદૂષણને દુર કરીને વાળને પોષિત રાખે છે. આ તેલમાં વિટામિન E જોવા મળે છે જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle