અમેરિકાની ભૂમિ પર ગીતાબેન રબારીએ મચાવી ધૂમ- લોકડાયરામાં એકત્રિત થઇ 2.25 કરોડ રૂપિયાની દાનની રકમ

ગીતાબેન રબારી(Gitaben Rabari), નામ સૌ કોઈએ સાંભળ્યું જ હશે. તેઓ ગુજરાત (Gujarat)ના લોક લાડીલા અને ખુબ જ પ્રખ્યાત સિંગર(Famous Singer) છે. તેમનું ફક્ત નામ જ કાફી છે, એમનો પરિચય આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.

ગીતાબેન સમગ્ર ભારત (India)માં તો પોતાના અવાજથી ધૂમ મચાવે જ છે પરંતુ, હાલમાં તો ગીતાબેન રબારીએ અમેરીકા (America)માં યોજાયેલ એક લોક ડાયરામાં ભારે જમાવટ કરી હતી.

મળેલી માહિતી અનુસાર, આ ડાયરો ડલાસના સુરત લેઉવા પટેલ સમાજ (SLPS) દ્વારા યોજવામાં આવ્યો હતો. રીપોર્ટ અનુસાર, આ લોક ડાયરામાં યુક્રેન યુધ્ધમાં સપડાયેલ લોકોની મદદ કરવા માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા $ 3,00,000 એટલે કે, 2 કરોડ 25 લાખ રૂપિયા જેટલી દાનની રકમ એકત્રિત કરાઈ હતી. આ દાનની રકમથી ઈજાગ્રસ્ત કે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોચાડવામાં આવશે.

આ સમય દરમિયાન, Universal Studio Orlando Florida થી ગીતાબેન રબારીએ અમુક તસવીરો શેર કરી છે કે જેમાં તેમના પતિ પણ સાથે દેખાઈ રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયા પર આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે અને લોકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *