Met Gala 2022: કિમ કર્દાશિયાએ 36 કરોડનો ડ્રેસ પહેરવા 3 જ અઠવાડિયામાં ઘટાડ્યું 7 કિલો વજન

2 મેની સાંજે, ફેશનની સૌથી મોટી ઈવેન્ટ(The biggest event in fashion), મેટ ગાલા 2022 (Met Gala 2022)માં, સ્ટાર્સ ભેગા થયા હતા. સેલેબ્સ એકથી એક ચડિયાતા…

2 મેની સાંજે, ફેશનની સૌથી મોટી ઈવેન્ટ(The biggest event in fashion), મેટ ગાલા 2022 (Met Gala 2022)માં, સ્ટાર્સ ભેગા થયા હતા. સેલેબ્સ એકથી એક ચડિયાતા આઉટફિટમાં જોવા મળ્યા હતા. સોશિયલાઈટ કિમ કર્દાશિયા (Kim Kardashian)ને પણ તેના બોયફ્રેન્ડ(Boyfriend) સાથે મેટ ગાલા 2022માં હાજરી આપીને ઈવેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ આ વખતે કિમના ગ્લેમર કરતાં વધુ તેના વજન ઘટાડવા (Weight loss)ની ચર્ચા થઈ હતી. આવો જાણીએ કેવી રીતે કિમે ત્રણ અઠવાડિયામાં વજન ઘટાડ્યું.

કિમ કર્દાશિયાએ મેટ ગાલામાં મેરિલીન મનરોના આઇકોનિક લુકને ફરીથી બનાવ્યો. તેણે મેરિલીનના ગાઉનમાં ફિટ થવા માટે ખૂબ પરસેવો પાડ્યો. તેણે માત્ર ત્રણ અઠવાડિયામાં તેનું લગભગ સાડા 7 કિલો વજન ઘટાડ્યું છે.

કિમનું ગાઉન મેરિલીન મનરોની યાદ અપાવે છે, જે તેમણે મે 19 મે, 1962ના રોજ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીના જન્મદિવસના પ્રદર્શનમાં પહેર્યો હતો. ત્રણ મહિના પછી મેરિલીનનું અવસાન થયું. હવે કિમે ફરી એકવાર એ જ મેરિલિન ગાઉનમાં આઇકોનિક લુક રજૂ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Kardashian (@kimkardashian)

આ ટાઈટ સ્ક્વિઝ્ડ સાઈઝના ગાઉનમાં કિમ પરફેક્ટ લાગી રહી હતી. કિમે તેના ગાઉન સાથે સફેદ ફર કોટ પહેર્યો હતો. બ્લોન્ડ હેર કલરને સ્લીક બન શેપ હેરસ્ટાઇલ આપવામાં આવી હતી. આ સાથે કિમે 18k વ્હાઈટ ગોલ્ડ અને ડાયમંડ ઈયરિંગ્સ પહેરી હતી.

કિમ કાર્દાશિયને પણ આ ડ્રેસમાં તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેની વિગતો શેર કરી છે. તેણે લખ્યું- ‘મેરિલિન મનરોનો આ આઇકોનિક ડ્રેસ પહેરીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. આ અદભૂત સ્કિનટાઈટ ગાઉન કોસ્ટુમિયર જીન લુઈસ દ્વારા 6000 ક્રિસ્ટલ્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. કેટલાક અહેવાલો અનુસાર, આ ડ્રેસની કિંમત $4.8 મિલિયન (36,84,93,600 એટલે કે ભારતીય ચલણ અનુસાર 36.84 કરોડ રૂપિયા) છે.

કિમ કર્દાશિયા એ વોગ સાથે તેના વજન ઘટાડવા અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું- ‘મને આ આઈડિયા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગાલા પછી આવ્યો હતો. જો હું બાલેન્સિયાગા લુક માટે નહીં જાઉં, તો હું અમેરિકન થીમ કેવી રીતે પૂર્ણ કરીશ? તો પછી આનાથી સારી અમેરિકન થીમ કઈ હોઈ શકે, મેરિલીન મનરો.

કિમ કર્દાશિયા એ ત્રણ અઠવાડિયામાં સાડા 7 કિલો વજન ઘટાડ્યું છે. તેણે આગળ જણાવ્યું કે તેણે પોતાનું વજન ઘટાડવા પર કેવી રીતે કામ કર્યું. તે કહે છે- ‘હું દિવસમાં બે વાર સોના સૂટ પહેરતી, ટ્રેડમિલ પર દોડતી, ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સને અલવિદા કહેતી અને માત્ર શાકભાજી અને પ્રોટીન લેતી. હું ભૂખી નોતી રહી પણ હું ડાયટને લઈને ખૂબ જ કડક હતી.

આ સ્ટ્રિક્ટ ડાયટ પછી જ્યારે તે ડ્રેસ ટ્રાય કરવા ગઈ તો તે કિમ પર એકદમ ફીટ થઈ ગઈ. કિમ કહે છે- ‘તે સમયે હું ખુશીથી રડવા માંગતી હતી.’ કિમ કર્દાશિયા તેના બોયફ્રેન્ડ પીટ ડેવિડસન સાથે મેટ ગાલા 2022માં પહોંચી હતી. તેની એન્ટ્રી વખતે કેમેરાની નજર બસ કિમ પર જ ટકેલી હતી. અને હવે તેનું કારણ પણ સામે આવ્યું છે કે કિમે કેવી રીતે લાઈમલાઈટ છીનવી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *