સુરત(ગુજરાત): રાજ્યમાં લુખ્ખાતત્વો જાણે બેફામ બની રહ્યા છે અને પોલીસનો તો જાણે કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે વધી રહી છે. આ દરમિયાન, અસામાજિક તત્વોનો આતંક ખુબ જ વધી રહ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં આજે બે યુવકો પર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલાને લઈને આ બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેને લઇને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
જાણવા મળ્યું છે કે, હુમલામાં ભોગ બનનાર ગાંજાના વ્યવસાય સાથે જોડાયેલો છે. ઉધના ગાંધી કુટિર વિસ્તારમાં બે યુવાનો ઉપર ત્રણ જેટલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બંને યુવાન ગંભીર રીતે ઘવાયા હતા તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો હતો.
ખાસ તો શહેરના ઉધના, લિંબાયત, પાંડેસરા, ડિંડોલી વિસ્તારમાં સતત આ પ્રકારના હુમલાઓની ઘટનાઓ બની રહી છે. જોકે, હુમલામાં ભોગ બનનાર બેમાંથી એક યુવક ગાંજાના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને તેના મિત્ર સાથે ઉધના સિકોતર પાસે બેઠો હતો આ દરમિયાન તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
જોકે, હુમલાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ બંને યુવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હુમલામા જે લોકો ઘવાયા તે બંને યુવાનો માથાભારે ઇસમની છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તેમના પર જૂના ઝઘડાની અદાવત અથવા તો ધંધાકીય હરીફાઇમાં હુમલો કરવામાં આવ્યો હોય તેવી વાત બહાર આવતા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.