જાણો કયા શહેરમાં વાસનાના ભૂખ્યા બાપે સતત 2 વર્ષ સુધી પોતાની દીકરી ઉપર આચર્યું દુષ્કર્મ

હાલમાં સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. તેમ છતાં બીજી બાજુ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ.

મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના હરિયાણામાંથી સામે આવી છે.

હાલમાં રેપની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત હરિયાણા (Haryana)ના ફતેહાબાદ (Fatehabad) જિલ્લામાં બાપ-દીકરીના સંબંધો પર પ્રશ્નાર્થ ઊભા કરનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક સગા બાપે બે વર્ષ સુધી પોતાની દીકરી સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું.

હેવાન બનેલા સગા બાપે પોતાની જ સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી. લગભગ બે વર્ષ સુધી સંબંધોને આ ડંખ સહન કરતાં-કરતાં પીડિતા અંતે તૂટી ગઈ અને મામલાની સૂચના પોલીસ (Police)ને આપી. સૂચના મળ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી મામલાની તપાસ આરંભી દીધી છે.

પત્નીના મૃત્યુ બાદ દીકરી પર રાખતો હતો ખરાબ નજર
પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ, આરોપની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદથી તેની ગંદી નજર પોતાની જ દીકરી પર હતી અને તેણે તમામ સંબંધોને બાજુમાં મૂકી પોતાની હવસ સંતોષવા તેને શિકાર બનાવી. બીજી તરફ આરોપીને પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભાઈ મજૂરીએ જાય પછી દીકરી પર આચરતો હતો દુષ્કર્મ
પીડિતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, પીડિતાની બે નાની બહેનો અને એક ભાઈ છે. ભાઈ મજૂરી પર ગયા બાદ ગત બે વર્ષથી તેના પિતા તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કવિતાનું કહેવું છે કે ફરિયાદ મળ્યા બાદ આરોપી પિતાની વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કિશોરી ગર્ભવતી છે કે, નહીં તે જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવશે. જોકે અન્ય તપાસમાં ગર્ભવતી હોવાની પુષ્ટિ નથી થઈ. હાલ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *