ફેમિલી કોર્ટ સામે જ પ્રેમીને પ્રેમિકાના પિતાએ માર માર્યો : જુઓ વીડિઓ…

સુરત ના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટ સામે જ પ્રેમીને પ્રેમિકાના પિતાએ માર માર્યો હતો. રસ્તા પર જ પ્રેમીને માર મારવામાં આવતાં તમાશો સર્જાયો હતો. જેથી પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.

પ્રેમી અને પ્રેમિકા ફરવા ગયા હોવાની જાણ પ્રેમિકાના પિતાને થઈ ગઈ હતી. જેથી બાઈક લઈને યુવતીના પિતા તેની પાછળ ગયા હતાં. ફેમિલી કોર્ટની બહાર પ્રેમીને ઝડપી લઈને પ્રેમિકાના પિતાએ જાહેરમાં ઢીકા પાટુના માર માર્યા હતાં. આ સમગ્ર ઘટનામાં યુવકના કોઈ મિત્ર અને પોલીસે મધ્યસ્થી કરી હતી.

બાદમાં યુવકને તેનો મિત્ર લઈને જતો રહ્યો હતો.દીકરીના પ્રેમ સંબંધ અંગે પિતાને કોઈ જાણ કરી દીધી હતી. જેથી તેમણે પીછો કરીને દીકરી અને તેના પ્રેમીને રંગેહાથ ઝડપી લીધા હતાં. સાથે જ પ્રેમી યુવકને જાહેરમાં માર મારીને તેની શાન ઠેકાણે લાવવા પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *