ટ્યુશનથી દીકરા-દીકરીને ઘરે લાવતા પિતાને બેકાબુ જીપે મારી જોરદાર ટક્કર, ત્રણેય ગાડી સાથે ૨૦ ફૂટ ઢસડાયા

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના દીકરા-દીકરીને કોચિંગ (Coaching)થી ઘરે લાવતા એક પિતા સાથે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક બેકાબૂ વાહને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એટલું જ નહીં, તેજ ગતિએ આવેલી આ કારે ત્રણેયને ઢસડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, આ ઘટના મધ્ય પ્રદેશના જબલપુરની છે. જ્યાં એક બેકાબૂ જીપે એક્ટિવા પર સવાર ત્રણ લોકોને ટક્કર મારી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જીપ ત્રણેયને 20 ફૂટથી વધુ અંતર સુધી ઢસડી ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા સવાર પિતા અને દીકરા-દીકરીને ઇજા પહોંચી હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રમોદ ડાભોર બિલહારી નર્મદા નગર ફેઝ-2માં રહે છે. તેઓ તેમના દીકરા લક્ષ્ય અને દીકરીને કોચિંગમાંથી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નર્મદા નગરની સામે રોડ ક્રોસ કરવાનો હતો. ટ્રાફિક જોઈને તે ડિવાઈડર પાસે ઊભા રહી ગયા. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી એક બેકાબુ જીપે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જીપ એક્ટિવા સહિત ત્રણેયને દૂર સુધી ઢસડી ગઈ હતી. આ સમગ્ર ઘટના સ્થળે પર લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

લોકોએ જીપચાલકને ઝડપી લીધો:
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ જીપચાલક તેને ટક્કર માર્યા બાદ ભાગવા લાગ્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી લીધો હતો. જીપચાલક ઘાયલોને પોતાના વાહનમાં હોસ્પિટલ લઈ ગયો. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જીપને પણ જપ્ત કરવામાં આવી છે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *