આહવાથી પરત ફરી રહેલ પરિવારનો ટેમ્પો ઝાડ સાથે ધડાકાભેર અથડાયો, પિતા-પુત્રીનું કરુણ મોત 

વ્યારા(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બનતા હોય છે. આ દરમિયાન, વ્યારામાં રહેતા એક ટેમ્પોચાલક પરિવાર સાથે આહવા ગયા હતા, જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વ્યારા તાલુકાના મીરપુર ગામની સીમમાં ટેમ્પોચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો અને ટેમ્પો માર્ગની બાજુમાં ઝાડ સાથે અથડાયો હતો. જેમાં ચાલક પિતા સહિત ચાર વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું અને પત્ની તેમજ બીજી પુત્રીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર બાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, વ્યારા ગિરનાર રેસિડેન્સીમાં જેટાભાઈ નારણભાઈ ભારાઈ તેમજ તેમની પત્ની મનીષાબેન અને મોટી પુત્રી સ્નેહા અને નાની પુત્રી મનસ્વી સાથે રહે છે. અને​​​​​​​ તેઓ છૂટક ટેમ્પો ભાડે ફેરવવાનું કામ કરે છે. મંગળવારના રોજ તેમને ટેમ્પો નંબર gj 26 t 6177ને આહવા ખાતે પાઈપ ખાલી કરવાનો ફેરો મળ્યો હતો. જેથી સવારે જેઠાભાઇ અને તેમના પત્ની મનીષાબહેન અને બંને પુત્રીઓ સાથે આહવા ગયા હતા. આહવાથી પાઇપ ખાલી કરીને તેઓ સાંજે પરત ફરતી વખતે વ્યારા ભેંસકાતરી રોડ પર વ્યારા તાલુકાના મીરપુર ગામની સીમમાં પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન, જેટાભાઇએ ટેમ્પોના સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા ટેમ્પો ઝાડ સાથે અથડાવી દીધો હતો. અકસ્માતમાં ટેમ્પોના આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. ટેમ્પોચાલક જેટાભાઈને માથા તેમજ અન્ય ભાગે ઇજા પહોચતા ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, તેમને નાની પુત્રીનું પણ મોત નીપજ્યું હતું. તેમની પત્ની અને મોટી પુત્રીને ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર બાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે મરનારના ભાઈ ટીમબાભાઈ દ્વારા વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વ્યારાના મીરપુર નજીક ટેમ્પો ઝાડ સાથે અથડાયાના થોડાક સમયમાં ત્યાં પહોંચેલા અન્ય વાહનચાલક વિશાલભાઈ અને સ્થાનિક વાહનચાલકો દ્વારા અડધો કલાકની ભારે મહેનત બાદ વરસતા વરસાદ વચ્ચે જેટાભાઈનો મૃતદેહ ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે અન્ય ઇજગ્રસ્તોને 108 સેવા બોલાવી વ્યારા જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, વ્યારાના મીરપુર નજીક ટેમ્પા અને ઝાડ સાથે અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે નાની ચાર વર્ષીય પુત્રી મનસ્વીને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સ્થાનિકો દ્વારા સારવાર માટે વ્યારા લઈ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ મનસ્વીએ દમ તોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *