સુરત(Surat): લવજેહાદના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા જ રહે છે. ત્યારે હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સચિન(Sachin) નજીકના લાજપોર ગામ વિસ્તારમાં રહેતી આદિવાસી પરિવારની 17 વર્ષીય તરુણીને ચાર સંતાનનો પિતા એવા વિધર્મી આધેડ પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. જેને પગલે પોલીસ દ્વારા CCTV તેમજ લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. તરુણીને ભગાડી જનાર અબ્દુલ ચાર સંતાનનો પિતા છે. જે પૈકી બે પુત્રીના લગ્ન પણ થઈ ચુક્યા છે.
તરુણીને રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી:
મળતી માહિતી અનુસાર, આદિવાસી પરિવારની 17 વર્ષની તરુણી સચિન નવસારી રોડ સ્થિત લાજપોર ગામ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. આ તરુણી પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે સચિન હોજીવાલા એસ્ટેટમાં નોકરી કરવા જતી હતી. આ દરમિયાન રિક્ષામાં આવ-જા કરતી વેળા તરુણીનો પરિચય રિક્ષાચાલક અબ્દુલ હમીદ હાસિમ મધિ (48) સાથે થયો હતો.
ઘરે પરત ના આવતા પરિવારને જાણ થઈ:
તેથી દરરોજ તરુણીના નોકરી જવાના સમય અને પરત આવવાના સમયે અબ્દુલ તરુણીનો પીછો કરતો હતો. આમ કરી તેણે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે ગત આઠમી ઓક્ટોબરના રોજ તરુણી સવારે નોકરી પર ગયા બાદ પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તરૂણી નોકરી પર ગઈ ન હતી અને બીજી તરફ અબ્દુલ પણ ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તરુણીના પરિવારે પોલીસમાં જાણ કરી હતી. તેથી તરુણીનાપરિવાર દ્વારા અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અબ્દુલ ચાર સંતાનો નો પિતા:
જાણવા મળ્યું છે કે, આ ઘટના 8 ઓક્ટોબરના રોજ બની હતી. પોલીસથી બચવા માટે અબ્દુલ પોતાની રિક્ષાને બદલે તેના મિત્રની રિક્ષામાં ત્રણેયને બગાડી લઈ ગયો હતો અને પોલીસે મિત્રની રિક્ષાને પલસાણા ટી પોઇન્ટ પાસેથી કબજી કરી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.