ભાજપમાંથી હાર્દિક પટેલનો એકડો નીકળી ગયો, જાણો કોણે હાર્દિકના રાજકારણને પૂરું કરવાનો ખેલ કર્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૧૨ થી ૨૦ ઓક્ટોબરની વચ્ચે બેચરાજીથી માતાના મઢ સુધીની એક ગૌરવ યાત્રા શરુ થવાની છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પોતે પણ આ યાત્રાને લીલીઝંડી આપવા માટે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાનો ચૂંટણી ડિસેમ્બરમાં યોજાય તે પહેલા જ પાર્ટીમાં જે આંતર કલહ છે તે સપાટી ઉપર આવી રહ્યું છે.

પાટીદાર આંદોલન સમિતિના યુવા નેતા અને કોંગ્રેસમાંથી થોડા મહિના પહેલા જ ભાજપમાં પક્ષ પલટો કરેલા હાર્દિક પટેલની આ યાત્રામાં હાજર નેતાઓની યાદીમાં નામ જ નથી. હાર્દિક પટેલ જયારે ભાજપમાં ગયા ત્યારે એવું દ્રશ્ય દેખાતું હતું કે, પાર્ટીમાં મોટી જવાબદારી મળશે, પટેલ આગેવાન તરીકે તેમના ઉપર પ્રચાર અને રાજ્યમાં સૌથી મોટું વોટ બેંક મજબુત કરશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી પણ પાર્ટીમાં આવ્યા પછી એવું કશું દેખાતું નથી. હાર્દિક પટેલ પક્ષમાં ભા.જ.પ. પાર્ટીમાં આવ્યા ત્યારે જોરશોરથી એમના નામની ચર્ચા થતી હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ અને મુલાકાત દરમિયાન કે પ્રદેશ સંગઠનના વિવિધ કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હવે પહેલી લાઈનમાં જોવા મળતા નથી.

ભાજપના પ્રદેશ કાર્યાલય દ્વારા આજે એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં બેચરાજીથી મેહસાણાના રૂટમાંની યાત્રામાં જે નેતાઓ હાજર રહેશે એમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં આ સિવાય પહેલા દિવસે વિવિધ સ્થળોએ હાજર રહેનાર વિવિધ નેતાઓ અને આગેવાનોના નામ પણ બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ, ગુજરાત પ્રદેશ ભાજપે આ ગૌરવ યાત્રા માટે ફરી બીજી યાદી બહાર પાડી છે જેમાંથી હાર્દિક પટેલનું નામ હટાવી દેવામાં આવ્યો છે.

બેચરાજીથી મહેસાણાની યાત્રાના રૂટમાં હવે નીતિન પટેલ સાથે હ્રીશીકેશ પટેલ, નંદા ઠાકોર અને રજની પટેલના નામ ઉમેરવામાં આવ્યા છે અને હાર્દિક પટેલનું નામ નવા લીસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. પરંતુ આટલું જ નહિ પ્રથમ દિવસની અન્ય સ્થળોએ હાજર નેતાઓની યાદીમાં પણ પાટીદાર આગેવાનનો કોઈ પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યું નથી.

થોડા દિવસો અગાઉ એવી ચર્ચા ચાલતી હતી કે, હાર્દિક પટેલને વિરમગામથી વિધાનસભાની ચુટણી લડવા માટે ટીકીટ મળી શકે છે અને તેણે લોકો સાથે સંપર્ક પણ શરુ કરી દીધો છે પણ પ્રદેશ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ ઉમેદવારના નામ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. ટીકીટને લગતી કોઈ પણ પ્રકારની શરૂઆત પણ પાર્ટી દ્વારા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *