ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ ગુસ્સે થયેલ સૈફ અલી ખાને સારા અલી ખાનને કહી દીધું એવું કે…  

થોડા મહિના અગાઉ બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે હાલમાં આ કેસની તપાસ NCB કરી રહી છે. સૌપ્રથમ તો રિયા ચક્રવર્તી ત્યારબાદ દીપિકા પદૂકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરનાં નામ સામે આવ્યા હતાં. ત્યારબાદ થોડા દિવસ પહેલાં જ આ તમામ અભિનેત્રીઓની NCB દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.

આવા સમયે હાલમાં સારા અલી ખાનને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. મળેલ જાણકારી પ્રમાણે સારા અલી ખાનનાં પિતા સૈફ અલી ખાને દીકરી સારા અલી ખાનને આ મામલે બચાવવા માટે પોતાના હાથ પાછળ ખેંચી લીધા છે.

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો સૈફ અલી ખાને દીકરી સારાની મદદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ડ્રગ કનેક્શનનો ખુલાસો થતાં સૈફ અલી ખાન ગુસ્સામાં લાલચોળ થઈ ગયો છે તેમજ એ દીકરી સારાને આ બાબતે મદદ ન કરવા માટેનું મન બનાવી ચૂક્યો છે.

દાદી શર્મિલા કરી રહી છે સારાની મદદ:
આટલું જ નહીં પરંતુ આ મામલે સૈફ અલી ખાને એક્સ વાઈફ અમૃતા સિંહને પણ ખરીખોટી સંભળાવી હતી. ત્યારપછી સૈફ અલી ખાન પત્ની કરીના તથા દીકરા તૈમૂરની સાથે દિલ્હી જતો રહ્યો હતો. અહીં કરીનાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં સુધી કરીનાની ફિલ્મનું શૂટિંગ ચાલશે ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. હાલમાં તો દાદી શર્મિલા ટેગોર આ મુશ્કેલ સમયમાં સારાનો સાથ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *