ઘણી વખત આપણે કલ્પના પણ ન કરી હોય એવી દુર્ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના સુરતના (Surat) પલસાણાના (Palasana) ડાભા (Dabha) ગામના આહિર પરિવાર(Aahir family)માં બની હતી. આ પરિવારના બે ભાઈ અને એક પુત્ર અમેરિકા (USA)ના પનામાના દરિયામાં ડૂબી ગયા હતા.
ડાભા ગામે રહેતા આહિર પરિવારના બે ભાઈ દીપક સુખરામ આહિર, જિતેન્દ્ર ધનસુખભાઈ આહિર પોતાના પરિવાર સાથે 10 વર્ષથી મધ્ય અમેરિકાના પનામા ખાતે રહેતા હતા. ગયા રવિવારે આ બંને ભાઈઓ તેમના પુત્રો સ્મિત દિપક આહિર અને જશ જિતેન્દ્ર આહિર સાથે દરિયા કિનારે રજાઓમાં ફરવા ગયા હતા. ત્યારે સ્મિત અને જશ દરિયામાં નહાવા પડ્યા હતા.
અચાનક જ દરિયામાં દૂરથી મોટું મોજું આવતું દેખાતા જ બંનેના પિતા બચાવવા માટે ગયા હતા. જેમાં જશનો બચાવ થયો હતો. પહેલાં દિવસે સ્મિત અને તેના પિતા દિપકભાઈને મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેના કાકા જિતેન્દ્રભાઈને મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો હતો.પોતાના પુત્રોને આવી રીતે ડૂબતા જોઈ બંને પિતા બચાવવા જતા તેઓ જ પાણીમાં ડૂબી ગયા .
પરીવાના અન્ય સબંધી અશોકભાઈના જણાવ્યા મુજબ, આ પરિવારના ચાર સદસ્યો પોતાના વ્યવસાયના કારણે અમેરિકામાં રહેતા હતા . તેઓ રજાઓમાં ફરવા જતા હોય છે. આ વખતે તેઓ દરિયા કિનારે ગયા હતા. ત્યારે જશ અને સ્મિત દરિયામાં ગયા ત્યારે અચાનક જ મોટું મોજું આવતા બંનેના પિતા તેમને બચવવા માટે દરિયામાં ગયા . સ્થાનિક લોકોની મદદથી જશને બચાવી લેવામાં આવ્યો પરંતુ બાકીના ત્રણ સભ્યો કાળનો કોળીયો બની ગયા.
માહિતી મુજબ જાણવા મળ્યું કે,પુત્રોને બચાવવા જતા જે દુર્ઘટના સર્જાઈ તેનાથી ગામમાં અને પરિવારના લોકો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી હાલત થઇ ગઈ છે. આખા ગામમાં અરેરાટી સર્જાય હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.