ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના પ્રયાગરાજ(Prayagraj)માં એક પિતા પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈ જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 15 કિલોમીટર સુધી ચાલ્યા બાદ સેનાના જવાનો(Army men)એ વાહન પૂરું પાડ્યું અને ઘરે મોકલ્યા હતા. કરચના(Karchana) તહસીલના રહેવાસી બજરંગીનો 12 વર્ષનો પુત્ર શુભમ વીજળીનો કરંટ(electric current) લાગવાથી મૃત્યુ પામ્યો હતો.
શુભમની સ્વરૂપરાણી નેહરુ એટલે કે SRN હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મૃત્યુ બાદ પિતાએ પુત્રના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી, પરંતુ તેમને હોસ્પિટલથી મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. તેથી તે પોતાના બાળકના મુતદેહને ખભા ઉપર લઈને જતા હતા.
રસ્તા પર ચાલતા લોકોએ વીડિયો બનાવ્યો:
સારવારના તમામ પૈસા ખતમ થઇ જવાને કારણે બજરંગી તેના પુત્રના મૃતદેહને ખભા પર ઉઠાવીને ઘરે લઈ જવા મજબુર બન્યા હતા. આમ છતાં પથ્થર દિલ હોસ્પિટલ સ્ટાફ અને ડોકટરોને થોડી પણ દયા ન આવી. રસ્તા પર ચાલતા લોકો વીડિયો બનાવતા રહ્યા, પરંતુ મદદ માટે કોઈ આગળ ન આવ્યું. બજરંગી મૃતદેહ લઈને 15 કિલોમીટર સુધી ચાલ્યો હતો. ત્યારે સેનાના કેટલાક જવાનોએ તેને મૃતદેહ સાથે જોયો અને તાત્કાલિક કારની વ્યવસ્થા કરાવી. વીડિયો સામે આવ્યા બાદ કમિશનરે સીએમઓને તપાસના નિર્દેશ આપ્યા છે.
બજરંગીનો 12 વર્ષનો પુત્ર શુભમ ગામમાં જ મંદિરે ગયો હતો. ત્યાં તેને વીજ કરંટ લાગ્યો હતો. આનાથી તે ખરાબ રીતે દાઝી ગયો હતો. મંગળવારે રાત્રે તેને એસઆરએનમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન શુભમનું મોત નીપજ્યું હતું. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ બજરંગી પોતાના પુત્રના મૃતદેહને ગામ લઈ જવા માંગતો હતો. પરંતુ, તેની પાસે પૈસા નહોતા. તેણે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને કહ્યું, “દીકરાના મૃતદેહને ઘરે લઈ જવા માટે કોઈ વાહન અથવા એમ્બ્યુલન્સ આપો.”
પ્રયાગરાજ : પિતા પુત્રની લાશને ખભા પર લઈને પગપાળા નીકળ્યા | સૈનિકોએ આ દ્રશ્યો જોતા મદદ કરી #father #dead #Ambulance #prayagraj #hospital pic.twitter.com/vXpmeEHiWQ
— Trishul News (@TrishulNews) August 4, 2022
કમિશનરે કહ્યું- મામલાની તપાસ કરાવશે:
જ્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે કમિશનર વિજય વિશ્વાસ પંતે કહ્યું કે, “આમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાના પરિવારને સરકારી સ્તરેથી જે કંઈ પણ રાહત આપી શકાય તે આપવામાં આવશે.” CMO ડો.નાનક સરને આ મામલે કહ્યું કે, “મને DM પાસેથી ખબર પડી છે. આ એક ગંભીર મામલો છે. અમે સમગ્ર મામલાની તપાસ માટે ટીમો બનાવી છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.