ઉજ્જૈન: હાલમાં જ મધ્યપ્રદેશના(Madhya Pradesh) ઉજ્જૈન(Ujjain) જિલ્લામાંથી એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહી એક પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી. તેણે તેના પિતાને એટલો માર્યો કે તેના પિતાનું મોત નીપજ્યું છે. તેના પિતા નિવૃત શિક્ષક હતા. જાણવા મળ્યું છે કે, પુત્રએ તેના પિતા પાસે 600 રૂપિયા માંગ્યા હતા, પિતાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ ગુસ્સામાં તેના પિતાને ખુબ જ માર માર્યો હતો. ત્યારબાદ પિતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના નાનાખેડા પોલીસ વિસ્તારની છે. મૃતકનું નામ મૂળચંદ, તેમની ઉંમર 73 વર્ષની હતી. મૂળચંદ વેદનગરમાં સાંચી પાર્લર ચલાવતા હતા. તેનો મોટો પુત્ર તેનાથી અલગ બીજે રહે છે, જ્યારે નાનો પુત્ર અજય (35) તેની સાથે સાંચી પાર્લર ચલાવતો હતો. પિતા-પુત્ર બંને દૂધનું કામ કરતા હતા. મળેલી માહિતી અનુસાર, 16 માર્ચની રાત્રે અજયે તેના પિતા પાસે કોઈ કામ માટે 600 રૂપિયા માંગ્યા હતા. તે સમયે પિતાએ રૂપિયા આપવાની ના પાડી હતી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ચર્ચાએ વિવાદનું સ્વરૂપ લીધું હતું.
આ વિવાદ દરમિયાન અજય ગુસ્સે થઈ ગયો અને તેના પિતાને ત્યાં જ માર મારવા લાગ્યો. અજયે લાકડી ઉપાડી અને પિતા તરફ દોડવા લાગ્યો. તેણે તેના પિતાને લાતો અને મુઠ્ઠીઓ વડે માર્યા હતા. આ હુમલાને કારણે મૂળચંદની હાલત નાજુક બની ગઈ હતી. સંબંધીઓ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પોલીસે ઘટના અંગે માહિતી આપી હતી:
પોલીસે જણાવ્યું કે 600 રૂપિયાથી શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. હાલ આરોપી અજયની ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૂળચંદનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, મૃતકનો મોટો પુત્ર લગભગ 10 વર્ષથી પિતાથી અલગ રહે છે. જ્યારે, નાનો પુત્ર અજય પત્ની અને તેના બે બાળકો સાથે પિતા સાથે રહે છે. મોટા પુત્રએ જણાવ્યું કે આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.