ફરી એકવાર સુરત થયું શર્મસાર… પિતાના મિત્રએ જ 16 વર્ષના તરુણ સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરતના(surat) કતારગામ વિસ્તારમાં રહેતા 16 વર્ષના તરુણ સાથે પિતાના મિત્રએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચોકબજાર પોલીસે રત્નકલાકારની ધરપકડ કરી છે. એક વખત નહિ પરંતુ બે-બે વખત અઆવી ઘટના બન્યા બાદ તરુણ ડરી ગયો હતો. રત્નકલાકાર પિતાનો મિત્ર હોવાથી તેનાથી બચવા તરુણ 10 દિવસ પહેલા જ સુરત(surat) છોડીને ફોઈના ઘરે જતો રહ્યો હતો અને ફઈના ઘરે પણ પોતાની જાતને એક રૂમમાં પુરી દેતા ફોઈએ તેના માતાપિતાને બોલાવતા પુછપરછ કરતા ઘટના પ્રકાશમાં આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકારના દીકરાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 10 દિવસ પહેલા જ તરુણે માતા-પિતાને જણાવ્યું હતું કે, મારે અહિયાં સુરત(surat) નથી રહેવું , મારે ફોઈના ઘરે જવું છે એમ કહીને સુરત(surat)થી એકલો ફોઈના ઘરે પાટણ જવા માટે નીકળી ગયો હતો. ફઈ ના ઘરે જઈને પણ યુવક ટેન્શનમાં જ રહેતો હતો. અને ત્યારબાદ યુવકે પોતાની જાતને એક રૂમની અંદર બંધ કરી દીધો હતો. ફઈને કંઈક અજુગતું પગલું ન ભરે તેવી આશંકા ને લઈને તેણે તેના ભાઈને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. યુવકને બહાર આવવાનું કહેવા છતાં યુવક રૂમમાંથી બહાર આવી રહ્યો ન હતો.

બીજા દિવસે જોક ના પિતાએ તેને સમજાવીને રૂમમાંથી બહાર કર્યો હતો અને ત્યારબાદ આવું શા માટે કર્યું કારણ પૂછતા 16 વર્ષે સત્ય હકીકત પિતાને જણાવી હતી. હકીકતે જાણીને પિતા પણ ખૂબ જ ચોકી ગયા હતા. પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, તેમજ એક મિત્ર રાહુલ ધીરજભાઈ સોલંકી એ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ SMC આવાસમાં વસવાટ કરતા રાહુલે 8 મહિના પહેલા પણ મંદિરનું કામ છે તેમ કહીને યુવકને એક ખાલી મકાનમાં લઈ રહ્યો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.

ત્યારબાદ ત્રણ મહિના અગાઉ રાહુલે નોકરી અપાવવાનું કહીને પંડોળમાં એક ખાલી મકાનમાં લઈ જઈને કપડાં ઉતારવા કહ્યું હતુ. તે સમયે રાહુલને ખરાબ દાનત યુવક સમજી ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાગવામાં અસફળ થયેલા યુવકને રાહુલે પકડીને મારી નાખવાની ધમકીઓ આપી હતી. માત્ર આટલું જ નહિ તે સમયે  મુખ મૈથુન કરાવી બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.તે સમયે રાહુલે યુવકના જ મોબાઈલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને પોતાના ફેસબુક મેસેન્જર પર મોકલી યુવકના મોબાઈલ ફોનમાંથી ડીલીટ કરી દીધો હતો.

દીકરાની વાત સાંભળીને પિતાએ રાહુલની ફેસબુક આઈડીનું મેસેન્જર ચેક કરતા તેમાં વિડીયો પણ મળી આવ્યો હતો. ત્યાર બાદ પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી ગતરોજ તેના વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *