ગ્રામીણોને કોરોના ફેલાવાનો ડર, ગાય-ભેંસને પણ ન છોડી

કોરોના વાયરસને લઈને જ્યાં દેશભરમાં પ્રધાનમંત્રી ૨૧ દિવસનું lockdown લાગુ કર્યું છે. લોકો ઘરોમાં કેદ છે અને કોરોના થી બચવા માટે સેનેટાઈઝર માસ્ક વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે અને સામાજિક અંતર રાખી રહ્યા છે. એવામાં એમપીના સિહોરમાં અનોખી તસવીર જોવા મળી છે. કોરોના સંક્રમણને પ્રાણીઓમાં ન ફેલાવવા દેવા માટે તેમણે બળદ ભેંસ ને માસ્ક બનાવીને પહેરાવ્યા છે.

સિહોર જિલ્લાના ગામ ચંદેરીના ગ્રામીણ લોકો એ કોરોનાને ફેલાતો રોકવા માટે ભેંસ અને બળદને માસ્ક પહેરાવી દીધા છે. જેનાથી પશુઓમાં કોરોનાવાયરસ ગામડામાં ન ફેલાય.

પશુઓને પણ કોરોના ના સંક્રમણથી બચાવવામાં આવી શકે કારણ કે આ સમયે ઘઉંની નીપજ આવીને તૈયાર થઇ રહી છે.ગ્રામીણો બળદોને જ્યારે બળદગાડીમાં બાંધી અને ખેતરમાં લઈ જાય છે તો માસ્ક લગાવીને જ લઈ જાય છે જેથી જ્યારે તેઓ ખેતરેથી ગામડે પાછા આવે તો સંક્રમણ ગામમાં ન ફેલાય.

ખેડૂત હરિસિંહજીએ જણાવ્યું કે કોરોનાની બીમારી ચાલી રહી છે. પશુઓ જમીન પણ પડી રહેલી ગંદી વસ્તુઓ સૂંઘી લે છે. કોરોનાવાયરસ ઘરમાં ન ફેલાય એટલા માટે તેઓ બળદને માસ્ક પહેરાવી રહ્યા છે. ખેતરમાં આવતા જતા બન્ને વખતે બળદોને માસ્ક લગાવીને જ લઈ જવામાં આવે છે.

જણાવી દઈએ કે પશુઓ માટે માસ્કની સાઈઝ મોટી હોય છે તેના માટે તેમણે સ્પેશિયલ ગામમાં જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *