ભાજપના ડરથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા, આ તારીખે પાછા આવશે

રવિવારની સવારથી ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ મચી છે. સવારે કોંગ્રેસના અમુક ધારા સભ્યોએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર વહેતા થયા છે. જેથી આજે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. કોંગ્રેસે 26 માર્ચ સુધી સુધી વિધાનસભામાંથી વોકઆઉટટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધારાસભ્યો 25 માર્ચની રાત સુધીમાં પરત આવશે આ. ધારાસભ્યો સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યો અને આગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે. હાલ ગ્યાસુદિન શેખ,ઇમરાન ખેડાવાલા, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત અને ભરતજી ઠાકોર એરપોર્ટ પર પહોંચી ગયા છે. તેમની સાથે રાજ્યસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો ગોહિલ અને ભરતસિંહ સોલંકી પણ જશે.

કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા સહિતના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા. બ્રિજેશ મેરજાએ કહ્યું કે અમારા બધા ધારાસભ્યો એક રહે તે માટે જયપુર જઇ રહ્યા છીએ. મહેશ પટેલે કહ્યું કે અમે મતદારો વિશ્વાસ નહીં તોડીએ. છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ દિલ્હીથી સીધા જ ધારાસભ્યોને મળવા પહોંચશે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે વધુ ધારાસભ્યો તૂટે નહી તે માટે કોંગ્રેસ સક્રિય બની.

હાલ આ ધારાસભ્યો જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં અજીતસિંહ ચૌહાણ, રાજેશ ગોહિલ, રૂત્વિજ મકવાણા, પુનમભાઈ પરમાર, હર્ષદ રિબડીયા, બળદેવજી ઠાકોર, ઈન્દ્રજીતસિંહ, લાખાભાઈ ભરવાડ, ચંદનજી ઠાકોર, નાથાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, હિંમતસિંહ પટેલ, ગેનીબેન ઠાકોર, કાંતિ પરમાર, કનુ બારીયા, શિવા ભુરીયા, પ્રવિણ મુછડિયા,મહેશ પટેલ, રાજેન્દ્ગસિંહ ઠાકોર, ચંદ્રીકા બારિયા, ભાવેશ કટારા, કિરીટ પટેલ, મધુબેન રાઠોડ, ભરત ઠાકોર, લલિત વસોયા,સી.જે. ચાવડા, વિમલ ચુડાસમા, કાંતિ ખરાડી, પ્રવિણ મારૂ, જશુ પટેલ, નૌશાદ સોલંકી, જશપાલ ઠાકોર, બાબુ વાળા, આનંદી ચૌધરી, મોહનલાલ વાળા, વજેસિંહ પણદા સાંજે ઇન્ડિગોની ફ્લાઈટમાં જયપુર ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *