કિન્નરને રોડ પરથી એક ઘાયલ કુતરી મળી હતી, તેણે તેને બાળકની જેમ પાળી. જ્યારે કૂતરીએ એક ગલુડિયા ને જન્મ આપ્યો તો ધૂમધામથી તેની ઉજવણી કરી. નવજાત ગલુડિયાનું પૂજન કરવામાં આવ્યું. એટલું જ નહીં સામુહિક ભોજન પણ કરાવવામાં આવ્યું જેમાં લોકોએ ભોજનનો આસ્વાદ માણ્યો. આ ગજબની ઘટના ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની છે.
મહોબા શહેરમાં રાઠ રોડ પર આવેલી કાશીરામ કોલોનીમાં રહેતી મંજુ કિન્નરને ઘણા સમય પહેલા રોડ પરથી એક ઘાયલ કુતરી મળી હતી. મંજુ તેને પોતાના ઘરે લઇ આવી. મંજુરે તેનો ઈલાજ કરાવી સ્વસ્થ થયા બાદ પાળવા લાગી. મંજુ કિન્નરે આ કૂતરીને ‘ચંપો’ નામ આપ્યું અને બાળકની જેમ પાળી.
હવે અત્યારે આ કૂતરીએ એક ગલૂડિયાને જન્મ આપ્યો છે. જેનું નામ ‘કલ્લુ’ રાખવામાં આવ્યું છે. ગલુડિયાના જન્મ થયા બાદ મંજુએ પોતાના બાળકનો જન્મ થયો હોય તેવી રીતે વિધિ-વિધાન અને ધૂમધામ કરી બધાને વિચારતા કરી દીધા. મંજુ કિન્નરે માં બનેલી ચંપોની માંગ ભરી અને પછી કાર્યક્રમની ઉજવણી કરી.
કિન્નર હોવાના કારણે મંજુને કોઈ સંતાન નથી એટલા માટે આ કૂતરીને તેણે પોતાના સંતાનની જેમ પાળી. મંજુને ઓળખનાર તમામ લોકો જણાવે છે કે આ કુતરીને મંજુ કિન્નર પોતાના બાળક જેવી જ માને છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમને પુરા વિધિ-વિધાનથી ઉજવવામાં આવ્યો હતો. ભોજન વ્યવસ્થાની સાથે સાથે ઘણા કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા. કિન્નરના સંબંધીઓ અહીંયા વધામણી લઈને પહોંચ્યા. તમામ મહેમાનો મસ્તીમાં નાચતા જોવા મળ્યા તો ઘણા મહેમાનોએ જન્મેલા ગલુડિયાની પૈસા દ્વારા નજર ઉતારતા પણ જોવા મળ્યા. માણસ અને પશુનો આ અનોખો પ્રેમ ચર્ચાનો વિષય બનેલો છે.
સ્થાનિક લોકોએ પણ આ પ્રેમની કદર કરી અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા. તેમનું કહેવું છે કે પ્રેમ નજર રાખી જાનવરોને પણ પ્રેમ અને સ્નેહ આપવો જોઈએ. જોવા જઈએ તો મનુષ્યના સંબંધોના ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે પરંતુ માણસ અને મૂંગા પશુઓના સંબંધની કદાચ આ પહેલી વાત સામે આવી હશે. એક કુતરીના બચ્ચાના જન્મની ઉજવણી કરી અંજુએ અનોખી મિસાલ સમાજ સામે રાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.