કોરોનાની મહામારી ને લઈને છેલ્લા ત્રણ મહિનાથી સુરત સહિત મોટા મહાનગરોમાં ધંધા-રોજગાર બંધ છે ત્યારે વાલીઓ આર્થિક નાણાભીડનો સામનો કરી રહ્યા છે. લોકોને આ આર્થિક નાણાભીડની મુશ્કેલીને ન સમજનાર કેટલીક ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પાસે ફી ભરવા માટે આડકતરી રીતે દબાણ કરી રહ્યા છે. તો વળી ક્યાંક ઓનલાઇન શિક્ષણના નામે નવા નુસ્ખાઓ શોધી રહ્યા છે. ત્યારે કેટલાક શાળા સંચાલકોએ ફી માફીની પણ જાહેરાતો કરી છે. પરંતુ આ બધાની વચ્ચે સરકારની ભૂમિકા માત્ર અને માત્ર શાળા સંચાલકોના વકીલ તરીકેની રહી હોવાનો આરોપ કોંગ્રેસે મૂક્યો છે.
ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સામે આવીને એવી જાહેરાત કરી હતી કે હજુ કોઈ શાળા સંચાલકો ફી ભરવા માટે દબાણ કરે તો ફરિયાદ કરી શકો છો પરંતુ મુખ્યમંત્રીએ ક્યાં ફરિયાદ કરવી કોને ફરિયાદ કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી અર્થાત્ નરોવા કુંજરોવા જેવી આ જાહેરાત હતી.
સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી વાલી મંડળો ફી માફી માટે અને ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માટે વિવિધ રીતે રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેમની આ રજૂઆતોનો હજુ કોઈ ચોક્કસ નિવેડો આવ્યો નથી. તાજેતરમાં કતારગામ ખાતે આવેલી એલ.પી.સવાણી રિવરસાઇડ સ્કૂલ માં વાલીઓએ હોબાળો કર્યાનો વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ પણ જાણે ખાનગી સંચાલકોની વકાલત કરતી હોય તેવું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે.
આ પહેલા પણ કતારગામની ગજેરા સ્કૂલનો વિડીયો વાઈરલ થયો હતો જેમાં વાલીઓને ફી ભરવા આવવા માટે દબાણ કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news