Tadhodi Plant: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બન્યા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ નથી રહેતી. આ પાછળનું કારણ પણ ખૂબ અનોખુ છે. ઇડરના લોકોને ગરમી સામે એક દુર્લભ વનસ્પતિ(Tadhodi Plant) રક્ષણ પૂરું પાડી રહી છે. હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી ઇડરમાં થાય છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ..
ટાઢોડી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળશે
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના બનાવ વારંવાર બનતા હોય છે. જોકે, ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ રહેતી નથી. કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહીં થાય છે અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપી રહી છે.
ધગધગતી ગરમીમાં ઇડરનાં લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે. એ છે ઈડરિયા ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોડી નામની વનસ્પતિ. માત્ર હિમાલય પર આવેલા કૈલાસ માન સરોવરમાં જ જોવા મળતી ટાઢોડી નામની વનસ્પતિ ભારતભરમાં માત્રને માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે. ગમે તેટલી ગરમી હોય કે લૂ લાગી હોય, આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દૂર થઇ જાય છે. પગમાં લગાવતા પગના વાઠીયા પણ દૂર થાય છે તેવું સ્થાનિકોનું પણ માનવું છે.
ગરમી સામે સામે રક્ષણ આપતી વનસ્પતિ
માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી-વચ્છરાજના નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે. વળી, ઘણા લોકોએ આ વનસ્પતિને ઇડરમાં જ આવેલા રાણી તળાવ સહિત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે,
પણ તે આ કુંડ સિવાય અન્ય કોઈ જ જગ્યાએ થતી નથી. લોકો અહીંથી ગમે તેટલી વનસ્પતિ લઇ જાય તે ફરીથી ઉગી જ નીકળે છે અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે પરંતુ વનસ્પતિ ખુટતી નથી.એકબાજુ ગરમીથી ધકધકતુ ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ એટલે લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જ જાય છે, અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે.
સાથે સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમારકામ કરવામાં આવે તો અહીં આવતા લોકોને અગવડ ન પડે.છેલ્લા અનેક વર્ષોથી આ વનસ્પતિ અહીં અસ્તિત્વ ધરાવી રહી છે અને તેના ઔષધિય ઉપચારને કારણે ઇડર સહિત આજુબાજુના લોકોને માટે આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે ઈડરના લોકો ગઢ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વના જોખમાય તેવી માંગ કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App