જો આ સંકેત દેખાય તો, સમજજો કે સમય પહેલા જ થઇ શકે છે મૃત્યુ- સર્વેમાં થયો ખુલાસો

સામાન્ય રીતે, વ્યક્તિની વૃદ્ધાવસ્થા આનુવંશિકતા અને જીવનશૈલી પર આધારિત છે. ઉંમરની સાથે વ્યક્તિનો થાક પણ વધવા લાગે છે. એક નવા અભ્યાસ મુજબ, થાક વ્યક્તિના અકાળ…

સામાન્ય રીતે, વ્યક્તિની વૃદ્ધાવસ્થા આનુવંશિકતા અને જીવનશૈલી પર આધારિત છે. ઉંમરની સાથે વ્યક્તિનો થાક પણ વધવા લાગે છે. એક નવા અભ્યાસ મુજબ, થાક વ્યક્તિના અકાળ મૃત્યુ એટલે કે સમય પહેલાના મૃત્યુના સંકેત આપે છે.

જર્નલ ઓફ ગ્રૉન્ટોલોજીઃ મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, તણાવને કારણે માનસિક અને શારીરિક થાક વ્યક્તિના વહેલા મૃત્યુના સંકેત આપે છે. આ અભ્યાસ માટે, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના 2,906 નમૂનાઓ જોવામાં આવ્યા હતા. સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારા લોકોના અમુક પ્રવૃત્તિઓના આધારે એકથી પાંચના સ્કેલ પર તેમના થાકના સ્તર વિષે જાણ્યું હતું.

આમાં 30-મિનિટનું વોકિંગ, હળવું ઘરકામ અને વધુ પડતું બાગકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મૃત્યુદરને પ્રભાવિત કરતા તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી, સંશોધકોએ શોધી કાઢ્યું કે, જે લોકોએ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો તેઓ વધુ થાકેલા અનુભવે છે, તેઓને અકાળ મૃત્યુનું જોખમ વધારે હતું. આ જોખમોમાં હતાશા, પૂર્વ-અસ્તિત્વમાં રહેલા અથવા અસાધ્ય રોગ, ઉંમર અને લિંગ જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

પીટ્સ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રોગશાસ્ત્ર વિભાગના સહયોગી પ્રોફેસર નેન્સી ડબ્લ્યુ. ગ્લીને જણાવ્યું હતું કે, “આ એવો સમય છે જ્યારે લોકો શારીરિક રીતે વધુ ફિટ રહેવા માટે નવા વર્ષના સંકલ્પો લઈ રહ્યા છે.” મને આશા છે કે અમારો ડેટા લોકોને કસરતનું મહત્વ સમજવામાં મદદ કરશે.

અગાઉના અભ્યાસમાં, એવા સંકેતો હતા કે શારીરિક રીતે વધુ સક્રિય રહેવાથી વ્યક્તિમાં થાકનું સ્તર ઘટે છે. જ્યારે અમારો પહેલો અભ્યાસ છે જે વધુ ગંભીર શારીરિક થાકને વહેલા મૃત્યુ સાથે જોડે છે. સ્કેલ પર નીચા સ્કોર વ્યક્તિનું વધુ મહેનતુ અને લાંબુ જીવન સૂચવે છે. અગાઉના અભ્યાસ મુજબ, દરરોજ નિયમિત 15 મિનિટની શારીરિક કસરત વ્યક્તિના જીવનને ત્રણ વર્ષ સુધી વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *