પોલીસે ગાડી રોકવા કહ્યું તો, ચલાન મશીન લઈને ભાગ્યો બુલેટ સવાર- દોડીને પકડવા જતા… -જુઓ વિડીયો

હેલ્મેટ વગર બાઇક ચલાવી રહેલા યુવકને પકડવાના પ્રયાસમાં એક પોલીસકર્મી પોતાનો જીવ ગુમાવી દેત. જ્યારે પોલીસકર્મી ચલાન કાપવા માટે બાઇક સવાર પાછળ દોડ્યો ત્યારે બાઇક સવારે બાઈક ચલાવતા ચલાવતા પોલીસના હાથમાંથી ચલાન મશીન છીનવી લીધું હતું. પોલીસકર્મી તેને પકડવા પાછળ દોડ્યો ત્યારે બાઇક સવારે સ્પીડ વધારી દેતા પોલીસકર્મી રોડ પર જ પડી ગયો હતો. પરંતુ સદનસીબે, પાછળથી આવતી કારે સમયસર બ્રેક લગાવી દીધી, જેના કારણે પોલીસ કર્મીને કોઈ ઈજા નહોતી પહોચી, નહીતર પોલીસકર્મી સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

આ બનાવ રાજસ્થાનના જોધપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર રસ્તાનો છે. અહીં રવિવારે સાંજે 4:45 વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોના ચલાન કાપી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક હેલ્મેટ પહેર્યા વગર બુલેટ બાઇક લઈને ત્યાંથી પસાર થયો હતો. બાઇક સવારે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પાસેથી પીઓએસ મશીન છીનવી લીધું હતું. મશીન લઈને ભાગતા બુલેટને રોકવાના પ્રયાસમાં હેડ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ટ્રાફિક પોલીસ અધિકારી અનિલ કુમારે જણાવ્યું હતું કે, પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિક પોલીસ કર્મચારી વાહનોની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન સામેથી એક બુલેટ સવાર હેલ્મેટ વગર આવતો હતો. તેમણે બુલેટ સવાર ને રોક્યો હતો. તેણે હેલ્મેટ ન પહેર્યું તેનું દંડ માટે મશીનમાં બાઇકનો નંબર નાખતાની સાથે જ બુલેટ સવાર યુવક તેની પાસેથી મશીન છીનવીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવકે બુલેટની સ્પીડ વધારી દીધી. જેના કારણે પોલીસ અધિકારી રોડ પર જ પડી ગયા હતા. સ્થળ પર હાજર અન્ય એક પોલીસકર્મીએ પણ બુલેટ સવારનો પીછો કર્યો હતો, પરંતુ તે નાસી ગયો હતો.

હાલમાં પોલીસ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે બુલેટ સવારને યુવકને શોધી રહી છે. સાથે જ હેડ કોન્સ્ટેબલનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ જૂન 2022માં જોધપુરમાં જ એક ધટના બની હતી જેમાં એક કાર માલિકે સીટ બેલ્ટ વગરના કાર ચાલકના ચલણ દરમિયાન ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને બોનેટ પર 500-600 મીટર સુધી ઘસેડી લીધો હતો. ટ્રાફિક એડીસીપી અનિલ કુમારે જણાવ્યું હતું કે, અમે આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. બુલેટ ચાલકને શોધવા માટે ટીમો પણ બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *