છેલ્લા ત્રણ વર્ષથી સજાતીય સંબંધ ધરાવતી અને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેલી આ મહિલા કોન્સ્ટેબલને તેના જ સ્ટાફ્ દ્વારા રક્ષણ ન મળતાં, તેમણે હાઈકોર્ટ સમક્ષ મદદ અને રક્ષણ મેળવવા માટે ધા નાખી છે. ‘ઈસ પ્યાર કો મેં ક્યા નામ દુ, હિન્દી ફિલ્મના ગીતના આ શબ્દો, ગુજરાત પોલીસની બે મહિલા કોન્સ્ટેબલના દિલમાં હાલ ભારે હલચલ મચાવી રહ્યા છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, મહીસાગર જિલ્લા પોલીસ આ મુદ્દા પર ધ્યાન આપે અને જરૂર પડે તો બંને મહિલા કોન્સ્ટેબલને સુરક્ષા પણ આપે.
આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, બંને મહિલા કોન્સ્ટેબલ મહીસાગર જિલ્લામાં ફ્રજ બજાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. ૧૦ જૂનના રોજ તેમણે એકબીજા સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં કરાર પણ કર્યા છે.
જો કે જ્યારે પરિવાર તરફ્થી તેમને અલગ થવા માટે ધમકી મળવા લાગી એટલે તેમણે રક્ષણ મેળવવા માટે ૧૫ જૂનના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ ઈન્સ્પેક્ટરને અરજી કરી હતી. આ મુદ્દે પાંચ દિવસ સુધી તેમને કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં બંને મહિલા કોન્સ્ટેબલે મહીસાગર જિલ્લાના એસપીને પણ અરજી કરી હતી. તેમને ડર છે કે કદાચ તેમના પરિવારજનો તેમની હત્યા પણ કરી શકે છે. તેથી રક્ષણ આપો.
આ અરજી બાદ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી બંને મહિલા કોન્સ્ટેબલે મદદ અને રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે. ટ્રેનિંગ બાદ ૨૪ વર્ષની આ બંને મહિલા કોન્સ્ટેબલનું પોસ્ટિંગ મહીસાગર જિલ્લામાં થયેલું છે. જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, તેઓ પોતાનું જીવનનિર્વાહ કરવા માટે સક્ષમ છે. તેઓ એકબીજાના પ્રેમમાં છે અને સાથે રહેવા માગે છે. પરંતુ પરિવારજનો તેમને અલગ થવા માટે વારંવાર ધમકી આપે છે. જો કે પોલીસે તેમને જવાબ આપ્યો હતો કે બંને પુખ્તવયની યુવતીઓ છે અને તેમને સાથે રહેવું હોય તો રહેવા માટે સ્વતંત્ર છે. આ મુદ્દા પર પોલીસ કોઈ પગલાં લઈ શકે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.